વિનેશ ફોગાટ ડિસક્વોલિફાઇ થતા PM મોદીની ટ્વીટ- પ્રાર્થના કરી રહ્યા છીએ...

PC: PIB

પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા રેસલર વિનેશ ફોગાટને વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે. આ અંગે PM મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- વિનેશ, તમે ચેમ્પિયનોમાં ચેમ્પિયન છો. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની અસફળતાનું દુખ છે. કાશ હું શબ્દોમાં એ નિરાશાને વ્યક્ત કરી શકત, જે હું અનુભવ કરી રહ્યો છું. સાથે જ હું જાણું છું કે, તમે લચીલાપનની પ્રતિમૂર્તિ છો. પડકારોનો સામનો કરવો હંમેશાં તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત થઈને વાપસી કરો. અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે જેમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવનાર મહિલા રેસલર વિનેશ ફોગાટને વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે. વિનેશ આજે બપોરે 12:45 વાગ્યે અમેરિકાની રેસલર સામે તેની ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી પરંતુ હવે તે આ આખી મેચમાંથી બહાર છે જેમાં તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ વધુ વજનના કારણે ઓલિમ્પિકમાં મહિલા કુસ્તી 50 કિગ્રામાંથી અયોગ્ય જાહેર થઈ હતી. આ માહિતી આપતા ભારતીય ઓલિમ્પિક એસોસિએશને કહ્યું કે અમારા આખી રાત પ્રયાસો છતાં તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. બુધવારે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે હોવાનું જાણવા મળ્યું હતું.

વિનેશ 50 કિગ્રા વર્ગમાં રમે છે. બુધવારે તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેને ઓલિમ્પિક મહિલા કુસ્તીમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.

વિનેશ ફોગાટના બહાર નીકળ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર છે કે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ જે 50 કિલો ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી તેને થોડું વજન વધારે હોવાથી ડિસક્વોલિફાઇ કરી દેવામાં આવી છે. ટીમે આખી રાત તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે હતું. ભારતીય ટીમ તરફથી અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. અમે બધા તમને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ જેથી અમે આગામી ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp