IPL રમવા આવી જનારા પંડ્યાને આ પૂર્વ ખેલાડીએ ખખડાવ્યો, કહ્યુ- દેશ માટે રમવું જોઈએ

PC: BCCI

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે ઑલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા માટે હાર્દિક પંડ્યાની ખૂબ નિંદા કરી છે. પ્રવીણ કુમારના જણાવ્યા મુજબ, હાર્દિક પંડ્યાએ પોતાની ટેસ્ટ ટીમ માટે ડોમેસ્ટિક મેચ ન રમી, પરંતુ હવે સીધો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમશે. હાર્દિક પંડ્યાએ રણજી ટ્રોફીની એક મેચ પણ રમી નહોતી. હાર્દિક પંડ્યા હવે લાંબા ફોર્મેટમાં જરાય રમતો નથી.

તે માત્ર લિમિટેડ ઓવર્સની ક્રિકેટ રમે છે. આ કારણે તેણે રણજી ટ્રોફી રમી નહોતી. હવે IPL 2024થી હાર્દિક પંડ્યા મેદાનમાં વાપસી કરતો નજરે પડશે. આ વખત મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમનો હિસ્સો છે અને તેની કેપ્ટન્સી પણ કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રવીણ કુમારે રેડ બૉલ ક્રિકેટ ન રમવા માટે હાર્દિક પંડ્યા પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, તમે IPLના 2 મહિના અગાઉ ઇજાગ્રસ્ત થાઈ જાવ છે. તમે દેશ માટે રમતા નથી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની સ્ટેટ ટીમ માટે રમતા નથી.

બસ સીધા IPLમાં રમો છો. આ પ્રકારની વસ્તુ ન થવી જોઈએ. પૈસા કમાવાની સારી વાત છે, તેમાં કોઈ ખોટું નથી. માત્ર તમારે પોતાની સ્ટેટ ટીમ અને દેશ માટે રમવું જોઈએ. હવે લોકો માત્ર IPLને જ મહત્ત્વ આપે છે. જો હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે પોતાના IPL કરિયરની શરૂઆત વર્ષ 2015ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સથી જ કરી હતી. તેણે ફ્રેન્ચાઇઝી માટે ઘણી સીરિઝ રમી અને શાનદાર પ્રદર્શન પણ કર્યું. IPLમાં શાનદાર પ્રદર્શનના કારણે જ હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં પણ જગ્યા મળી અને તે એટલો મોટી સ્ટાર ખેલાડી બન્યો.

છેલ્લી 2 સીઝનથી હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ (GT)ની કેપ્ટન્સી કરી રહ્યો હતો. તેણે ગુજરાત ટાઈટન્સને 2022માં IPL ટ્રોફી અપાવી હતી, જ્યારે ગત સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ આ વખત તેને મુંબઈ ઇન્ડિયન્સે પોતાની સાથે ફરીથી સામેલ કરીને તેને કેપ્ટન બનાવી દીધો છે. ખેર હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પંડ્યા આ વખત મુંબઈ ઇન્ડિયન્સ સાથે રમતા કેવું પ્રદર્શન કરે છે. પોતાની ટીમને કેવી રીતે આગળ લઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp