ગંભીરે એમ શા માટે કહ્યું કે, રોહિત અને વિરાટ દબાવમાં હશે

PC: thebridge.in

હાલમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકન પ્રવાસે છે અને ત્યાં પહેલા T20 અને પછી વન-ડે સીરિઝ રમી. આ બંને સીરિઝ રમાઈ ચૂકી છે, પરંતુ હવે ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ રમવા ઉતરશે તો બધાની નજર બે ધુરંધરો પર રહેશે. ICC વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને મળેલી હાર બાદ પહેલી વખત રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર ઉતરશે. ભારતીય ટીમના આ બે દિગ્ગજોને લઈને પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે નિવેદન આપ્યું છે. તેનું કહેવું છે કે આ બંને જ ખેલાડી દબાવમાં રહેવાના છે.

દક્ષિણ આફ્રિકન પ્રવાસ પર ભારતે ટીમ 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમવા ઉતરશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 સીરિઝમાં 1-1થી બરાબરી કરી. કેએલ રાહુલે વન-ડે સીરિઝમાં કેપ્ટન્સી કરતા ટીમને 2-1થી જીત અપાવી. હવે રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ જીત અપાવવા માટે ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધી મેજબાન વિરુદ્ધ ઘર પર કોઈ ટેસ્ટ સીરિઝ જીતી નથી. ગૌતમ ગંભીરનું માનવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી સીરિઝ દરમિયાન દબાવમાં હશે.

તેમણે એક સ્પોર્ટ્સ ચેનલ પર વાત કરતા કહ્યું કે, ‘તેજ રફ્તાર, ઉછાળ અને સીમ. હું માનું છું કે તમારી બેટિંગ પર દબાવ હશે. દક્ષિણ આફ્રિકા પાસે કદાચ આ પ્રકારની બેટિંગ નથી, જેવી વર્ષ 2011માં હતી, પરંતુ આ ટીમમાં કાગીસો રબાડા, જેરાલ્ડ કોએત્જી, નાંદ્રે બર્ગર અને માર્કો યાનસન જેવા બોલર છે. મારું માનવું છે કે અહી જે દબાવ છે તે રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેવાનો છે કેમ કે આ બંને ખેલાડી જ અનુભવી છે. દક્ષિણ આફ્રિકામાં બોલર તમારા માટે જીત હાંસલ કરી શકે છે, પરંતુ બેટ્સમેનોએ રન ન બનાવ્યા તો તમે દબાવ નહીં બનાવી શકો.

દક્ષિણ આફ્રિકા માટે 2 ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી, જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બૂમરાહ (ઉપકેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ:

26-30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ, સેન્ચુરિયન

3-7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ

ભારત અને દક્ષિણ આફ્રિકાનો ટેસ્ટમાં ઓવરઓલ રેકોર્ડ:

કુલ ટેસ્ટ મેચ: 42

ભારતીય ટીમે જીતી: 15

દક્ષિણ આફ્રિકન ટીમે જીતી: 17

ડ્રો: 10

ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં રેકોર્ડ (દક્ષિણ આફ્રિકામાં જ્યારે મેચ થઇ)

કુલ ટેસ્ટ: 23

દક્ષિણ આફ્રિકા જીતી: 12

ભારતીય ટીમ જીતી: 4

ડ્રો: 7.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp