આ 3 ખેલાડી જેમને હવે કદાચ ભારતીય ટેસ્ટ ટીમમાં તક ન મળે
ભારતને ક્રિકેટ પ્રધાન દેશ માનવામાં આવે છે અને દેશમાં હજારોની સંખ્યામાં ખેલાડી મહેનત કરતા, ભારતીય ટીમમાં જગ્યા બનાવવાનું સપનું જુએ છે. T20 અને વન-ડે ક્રિકેટની લોકપ્રિયતા છતા અત્યારે પણ ટેસ્ટ ફોર્મેટને અસલી પડકાર માનવામાં આવે છે. આ ફોર્મેટમાં સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમનોએ પોતાની છાપ છોડી છે, તો બોલિંગમાં અનિલ કુંબલે, રવિચંદ્રન અશ્વિન, હરભજન સિંહ, જવાગલ શ્રીનાથ જેવા નામ સફળતા હાંસલ કરવામાં સફળ રહ્યા છે.
જો કે, કેટલાક ખેલાડી એવા રહ્યા છે, જેમને ખૂબ જલદી ટેસ્ટમાં તક મળી ગઈ અને પછી તેમણે જગ્યા ગુમાવી દીધી, જ્યારે કેટલાક એવા પણ રહ્યા જેમને ક્યારેય તક મળી નથી. હાલના સમયમાં ભારત માટે ટેસ્ટ ટીમની દાવેદારીમાં ઘણા ખેલાડી છે, જેમાં કેટલાકને તક મળવાની આશા છે. તો કેટલાક ખેલાડી એવા છે, જેમના માટે કદાચ હવે ટેસ્ટ ટીમના દરવાજા બંધ થઈ ચૂક્યા છે. ચાલો આપણે આ આર્ટિકલમાં એવા જ 3 ભારતીય ખેલાડીઓ વિશે જાણીએ ખેલાડી જેમને હવે કદાચ ભારતીય ટેસ્ટ ટીમમાં તક ન મળે.
યુઝવેન્દ્ર ચહલ:
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાના કરિયરની શરૂઆતમાં જ સીમિત ઓવરોની ક્રિકેટ પર ફોકસ કરતો રહ્યો. આ જ કારણે જ્યારે તે પોતાના પ્રદર્શનન સર્વશ્રેષ્ઠ સ્તર પર હતો, ત્યારે પણ ટેસ્ટમાં તેને તક આપવામાં ન આવી. તો હવે ચહલ ભારતીય ટીમમાં પોતાની જગ્યા ગુમાવી ચૂક્યો છે. એવામાં વધતી ઉંમર અને અન્ય સ્પિન વિકલ્પોને જોતા ભારત માટે તેનું ટેસ્ટ ક્રિકેટ રમવાનું સપનું અધૂરું જ રહી શકે છે.
સંજૂ સેમસન:
ફેન્સ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને લઈને મોટા ભાગે ન્યાયની માગ કરે છે. તેની પાછળ મોટું કારણ સંજૂ સેમસનને નિયમિત રૂપે તક ન મળવાનું છે. આ ખેલાડીને T20 અને વન-ડેમાં જ લિમિટેડ અવસર પર રમાડવામાં આવે છે, જ્યારે અત્યારે ટેસ્ટમાં ડેબ્યૂની તક મળી નથી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સંજૂના આંકડા વધુ ખાસ નથી. તો ભારત પાસે રિષભ પંત અને કે.એલ. રાહુલ જેવા વિકેટકીપર ઉપલબ્ધ છે. આ જ કારણે 29 વર્ષીય સંજૂ સેમસનને ટેસ્ટમાં રમવાની તક મળવાની સંભાવના ઓછી લાગે છે.
પૃથ્વી શૉ:
મુંબઇનો વિસ્ફોટક ઓપનર પૃથ્વી શૉને ખૂબ જ ઓછી ઉંમરમાં ભારતીય ટીમમાં તક મળી હતી અને તે ત્રણે ફોર્મેટ રમી ચૂક્યો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ ફોર્મેટમાં ભારતીય ટીમનો હિસ્સો નથી. તો તેણે પોતાની છેલ્લી ટેસ્ટ વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રમી હતી. ભારતીય ટીમ પાસે ટોપ ઓર્ડરમાં યશસ્વી જાયસ્વાલ અને રોહિત શર્માની જોડી છે. જ્યારે શુભમાં ગિલ પણ એક દાવેદાર છે. એ સિવાય ઘરેલુ ક્રિકેટમાં સાંઇ સુદર્શન પણ સારું કરી રહ્યો છે. એવામાં શૉની ટેસ્ટ ટીમમાં વાપસી હવે મુશ્કેલ લાગે છે અને કદાચ હવે તે સફેદ જર્સીમાં ભારત માટે ક્યારેય રમતો નજરે નહીં પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp