પુજારાએ વિરાટની સદી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'તમારે ટીમને પ્રાથમિકતા આપવી જોઈએ'

PC: hindnow.com

ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત હાંસલ કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને ભારતને ન માત્ર જીત અપાવી પરંતુ તેની ODI કારકિર્દીમાં સદીઓની સંખ્યા 48 સુધી પહોંચાડી. વિરાટ કોહલીની આ સદી પછી તેના ચાહકો ઘણા ખુશ દેખાતા હતા, પરંતુ વિરાટના સાથી ચેતેશ્વર પૂજારાએ તેની સદી પર સવાલ ઉઠાવ્યો હતો.

બાંગ્લાદેશ સામેની મેચમાં એવી ક્ષણો આવી હતી જ્યારે વિરાટ કોહલીના નોન-સ્ટ્રાઇકિંગ પાર્ટનર KL રાહુલે કોહલીને સ્ટ્રાઇક મળે તે સુનિશ્ચિત કરવા માટે સિંગલ્સ લેવાનો પણ ઇનકાર કર્યો હતો. આ જ કારણ છે કે, ભારતને જીતવામાં થોડા વધુ બોલ લાગ્યા અને વિરાટ કોહલીની સદી પણ પૂર્ણ થઈ ગઈ, પરંતુ ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા આ અભિગમથી ખુશ ન હતા.

ચેતેશ્વર પૂજારાએ મીડિયા સૂત્રો સાથે વાતચીત કરતા કહ્યું, 'હું પણ ઈચ્છતો હતો કે વિરાટ કોહલી તે સદી ફટકારે, પરંતુ તમારે એ ધ્યાનમાં રાખવું પડશે, તમે શક્ય તેટલી ઝડપથી રમત સમાપ્ત કરવા માંગો છો. તમે ઇચ્છો છો કે તમારો નેટ રન રેટ ટોચ પર રહે. જો કે તમે એવી પરિસ્થિતિમાં છો કે જ્યાં તમે નેટ રન રેટ માટે લડી રહ્યા છો, ત્યારે તમે પાછળથી એવું કહી ન શકો કે, 'તમે તે કરી શક્યા હોત.'

પૂજારાનું માનવું છે કે, કોહલી અને અન્ય ભારતીય ખેલાડીઓએ પોતાના કરતા ટીમને પ્રાથમિકતા આપવી જોઈએ. જ્યાં સુધી વ્યક્તિગત સિદ્ધિઓનો સંબંધ છે, પૂજારાને લાગે છે કે ખેલાડીની માનસિકતા પણ તેના પર ભાગ ભજવે છે. આગળ બોલતા પૂજારાએ કહ્યું, ' આ તે સ્થાન છે, જ્યાં મને લાગે છે, સામૂહિક નિર્ણય તરીકે વિચારતા, કદાચ તમારે પોતે થોડું બલિદાન આપવું પડશે. તમે ટીમને જોવા માંગો છો, તમે ટીમને પ્રાથમિકતા આપવા માંગો છો, હું તેને એવી રીતે જોઉં છું. તમે તમારો લક્ષ્યાંક પૂરો કરવા માંગો છો, પરંતુ ટીમના ભોગે નહીં. એક ખેલાડી તરીકે, તમારી પાસે હંમેશા પસંદગી હોય છે. પરંતુ કેટલાક ખેલાડીઓને એવું લાગે છે કે, જો તેઓ સદી ફટકારે છે, તો તે તેમને આગામી મેચમાં મદદ કરશે. આથી તે વાત એના પર આધારિત છે કે, તમારી માનસિકતા કેવા પ્રકારની છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp