અશ્વિને કહ્યું- ક્યારેક મને લાગે છે કે શું IPL ક્રિકેટ પણ છે? ખૂબ પૈસા...

PC: BCCI

ભારતનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બાબતે મોટું નિવેદન આપીને હાહાકાર મચાવી દીધો છે. અશ્વિને કહ્યું કે, ક્યારેક મને લાગે છે કે IPL ક્રિકેટ પણ છે? અશ્વિને ટૂર્નામેન્ટની શરૂઆત બાદ શાનદાર પ્રગતિ બાબતે વાત કરતા આ નિવેદન આપ્યું છે. IPLની 17મી સીઝનમાં રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સ (RR)નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે 2 વખત ચેન્નાઈ સુપર કિંગ્સ (વર્ષ 2010 અને વર્ષ 2011) સાથે IPLની ટ્રોફી જીતી ચૂક્યો છે.

ક્લબ પાઇરી પોડકાસ્ટમાં અશ્વિને માઇકલ વૉન અને એડમ ગિલક્રિસ્ટ સાથે વાત કરતા કહ્યું કે, ક્યારેક લાગે છે કે IPL ક્રિકેટ પણ છે. તેઓ જાહેરાત શૂટિંગ દરમિયાન પ્રેક્ટિસ કરી લે છે. રવિચંદ્રન અશ્વિને IPLમાં અત્યાર સુધી 199 મેચ રમી છે, જેમાં 172 વિકેટ લીધી છે અને 743 રન બનાવ્યા છે. તેની બોલિંગ એવરેજ 28.77 ની રહી જ્યારે ઈકોનોમી 7.01ની રહી. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, IPLમાં જ્યારે આવ્યો તો યુવા હોવાના સંબંધે મારું ધ્યાન માત્ર મોટા સ્ટાર્સ પાસે શીખવાનું હતું.

તેણે વધુમાં કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે 10 વર્ષ બાદ IPLની સ્થિતિ કેવી હશે. આટલી સીઝનમાં IPLનો હિસ્સો રહ્યા બાદ હું કહી શકું છું કે IPL ભવ્ય છે. ક્યારેક લાગે છે કે IPL ક્રિકેટ પણ છે કેમ કે IPL દરમિયાન રમત પાછળ રહી જાય છે. એ એટલું મોટું છે કે અમે જાહેરાત શૂટિંગ અને સેટ્સ પર અભ્યાસ કરીને પોતાનું કામ પૂરું કરીએ છીએ. IPL અહી પહોંચી ગઈ છે. કોઈએ વિચાર્યું નહોતું કે IPL એટલી મોટી હશે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ઑલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે તેને કહ્યું હતું કે IPL 1 કે 3 વર્ષથી વધુ નહીં ચાલે.

અશ્વિને સાથે જ કહ્યું કે, કોઈએ વિચાર્યું નહોતું કે IPL આ પ્રકારે પ્રગતિ કરશે. મને અત્યારે પણ સ્કોટ સ્ટાયરિસ સાથેની વાતચીત યાદ છે, જ્યારે અમે બંને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી રહ્યા હતા. જ્યારે તે ડેક્કન ચાર્જર્સ માટે શરૂઆતમાં રમી રહ્યો હતો, ત્યારે લાગ્યું નહોતું કે, એ 2-3 વર્ષથી વધારે ચાલશે. શરૂઆતમાં IPLમાં ખૂબ પૈસા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp