આ WWE સ્ટાર 38મી વાર બન્યો 24/7 ચેમ્પિયન, અંડરટેકર-સીના પાસે પણ નથી આ ઉપલબ્ધી

PC: forbes.com

જ્યારે પણ WWEની જુદી જુદા કેટેગરીમાં ચેમ્પિયનની વાત કરવામાં આવે છે ત્યારે જોન સીના, બ્રોક લેસનર, અંડરટેકર, ધ રોક અને ઓર્ટન જેવા પહેલવાનના નામ અચૂક લેવામાં આવે છે. પણ આ જ સ્પર્ધાનું એક એવું ટાઈટલ છે જે આ કોઈ ખેલાડી જીતી શક્યું નથી. પણ એક પહેલવાન એક વાર નહીં પણ 38મી વખત આ ટાઈટલ જીતી ચૂક્યો છે. આ પહેલવાનનું નામ છે આર ટ્રુથ. જેણે 38મી વખત એક ટાઈટલ જીતીને અનોખો ઈતિહાસ બનાવ્યો છે.

WWE 24/7 ચેમ્પિયનશીપમાં દાવપેચ માટે જાણીતો આર ટ્રુથ 38મી વખત ચેમ્પિયન બન્યો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. આ ટાઈટલને આ પહેલા કોઈ ખેલાડી 38 વખત સુધી જીત્યું નથી. આર ટ્રુથે અકિરા ટોજાવાને પછાડીને આ ટાઈટલ જીતી લીધું છે. WWE 24/7 ચેમ્પિયનશીપને રેસલર ગમે ત્યાં અને ગમે ત્યારે લડીને જીતી શકે છે. આ માટે જરૂરી નથી કે તે, રીંગની અંદર જ વિજેતા થતો હોય. નિયમ અનુસાર લગ્ન પ્રસંગ હોય, પાર્ક, બસ, ટ્રેન, પ્લેન, કાર પાર્કિંગ, ગોલ્ફનું મેદન, શૌચાલય અથવા સ્કૂલ ઈવેન્ટમાં રેસલર આ કેટેગરી ગમે ત્યાં લડી શકે છે. એવામાં હરીફ રેસલર એ નથી કહી શકતો કે, હું રેસલિંગ માટે તૈયાર નથી.

તા.20 મે 2020ના રોજ આ ચેમ્પિયનશીપ લોન્ચ થઈ હતી. જેની અત્યાર સુધીની સફર રોમાંચક રહી છે. આર ટ્રુથે ખૂબ જ રસપ્રદ રીતે 38 વખત આ ટાઈટલ જીત્યા છે. તેણે પાર્કમાં, પ્રાયવેટ બેડરૂમમાં, પ્લેનમાં અને કાર પાર્કિંગમાં પણ હરીફ રેસલરને પછાડીને આ ટાઈટલ જીત્યું છે. ગત વર્ષે ડ્રેક મેવરિક પાસે આ ટાઈટલ હતું પણ એણે ક્યારેય એવું વિચાર્યું ન હતું કે, લગ્નના દિવસે જ આ ટાઈટલ પોતાની પાસેથી જતું રહેશે. એના લગ્નમાં ટ્રુથ ગયો હતો અને ત્યાં ફાઈટ કરીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ ટાઈટલ સૌ પ્રથમ ઓ નીલે જીત્યું હતું. આ ચેમ્પિયનશીપને ઘણા સુપરસ્ટાર્સ પણ પોતાના નામે કરી ચૂક્યા છે. જેમાં ભારતીય રેસલર જિંદર મહલ, સિંહ બ્રધર્સ, રોબર્ટ રૂડ, ઈલાયસનો સમાવેશ થાય છે. અકીરા જાપાનનો રેસલર છે. અત્યાર સુધી કોઈ રેસલરે આટલી બધી વખત કોઈ ટાઈટલ્સ જીત્યા નથી. આ સિવાય ટ્રુથે રો જેવી ફાઈટમાં પણ ભાગ લીધેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp