અફઘાની બેટ્સમેને કરી જરૂરિયાતમંદોની મદદ,ફૂટપાથ પર સૂતા લોકોને વહેચ્યા પૈસા

PC: twitter.com

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ હાલના વર્લ્ડ કપ 2023ની નોકઆઉટ ચરણ માટે ક્વાલિફાઈ કરવામાં ભલે નિષ્ફળ રહી હોય, પરંતુ ટીમના શાનદાર પ્રદર્શન અને હજુ આગળ વધવાની ઇચ્છાએ બધાના દિલ જીતી લઈ છે. હવે અફઘાનિસ્તાની બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજે કંઈક એવું કર્યું છે કે તે એક વખત ફરીથી ચર્ચામાં છે અને લોકો ખૂબ વાહવાહી કરી રહ્યા છે. બેટ્સમેન અડધી રાત્રે ફૂટપાથ પર ઊંઘી રહેલા લોકોની મદદ કરતો નજરે પડ્યો અને તે પણ કોઈને ખબર ન પડે એવી રીતે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુરબાજ અહમદની રસ્તા પર ચૂપચાપ જરૂરિયાતમંદ લોકોને પૈસા આપતો નજરે પડી રહ્યો હતો, જેથી તેઓ દિવાળી મનાવી શકે. બેટ્સમેનને રસ્તા પર ઊંઘી રહેલા લોકો પાસે જઇને છાનોમાનો પૈસા રાખતો અને પછી કારમાં બેસીને જતો નજરે પડી રહ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. કુલ મળીને લોકોએ તો અફઘાનિસ્તાનના આ ખેલાડીને ઓન અને ઓફ ફિલ્ડ લીજેન્ડ પણ કહી દીધો.

અફઘાનિસ્તાનનો આ ક્રિકેટર આમ તો ઈચ્છતો નહોતો કે તેના આ નેક કામની કોઈને જાણકારી હોય, પરંતુ એક RJએ તેનો વીડિયો રેકોર્ડ કરી લીધો, જેને સોશિયલ મીડિયા પર જેણે પણ જોયો તેણે ગુરબાજના વખાણ કર્યા કેમ કે ઘણા ઓછા લોકો જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાને તો વર્લ્ડ કપ 2023ની બધી મેચ ફીસ પોતાના દેશને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે કેમ કે ટૂર્નામેન્ટની શરૂઆતમાં તેના દેશમાં એક મોટા ભૂકંપે તબાહી મચાવી, જેથી હજારો લોકો પ્રભાવિત થયા.

ગુરબાજે પોતાના દેશમાં જો કોઈ પ્રકારની કોઈ મદદ કરી હોય તો તેની જાણકારી સામે આવી નથી કેમ કે તે કોઈને બતાવ્યા વિના મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે, વન-ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની સફર યાદગાર રહી છે. તેણે 9 મેચમાંથી 4 મેચ જીતી છે અને 8 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા નંબર પર પોતાના અભિયાનને સમાપ્ત કર્યું. અફઘાનિસ્તાન માટે આ ટૂર્નામેન્ટમાં સારી વાત એ રહી કે ટીમે ઈંગ્લેન્ડ-પાકિસ્તાન જેવી મોટી ટીમોને હરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp