દીકરાને રમતો જોવા ગયેલા દ્રવિડ પત્ની સાથે સીડી પર બેઠા, ફોટો થયો વાયરલ

PC: sangbadpratidin.in

રાહુલ દ્રવિડ અને તેની પત્ની વિજેતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો અંડર-19 કૂચ બિહાર ટ્રોફીનો હોવાનું કહેવાય છે. બંને પુત્ર સમિતને રમતો જોવા ગયા હતા. વાયરલ થયેલી એક તસવીરમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ શ્રીકાંત દત્ત નરસિમ્હા રાજા વાડેયર મેદાનમાં તેમની પત્ની વિજેતા સાથે જમીન પર બેસીને તેમના પુત્રને રમતો જોવા મળ્યા હતા.

આ મેચમાં કર્ણાટકની ટક્કર ઉત્તરાખંડ સાથે થઇ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઉત્તરાખંડે 9 વિકેટે 232 રન બનાવી લીધા હતા. કેપ્ટન આરવ મહાજને 127 રન બનાવ્યા હતા. આ મેચમાં રાહુલ દ્રવિડના પુત્ર સમિતે 5 ઓવર ફેંકી હતી. આમાં તેણે 2 મેડન ફેંક્યા અને 11 રન ખર્ચ્યા. જોકે તેને કોઈ સફળતા મળી ન હતી. સમિત મુખ્યત્વે બેટ્સમેન છે. ગત મેચમાં તેણે હિમાચલ સામે અડધી સદી ફટકારી હતી. આ પહેલા દિલ્હી સામેની મેચમાં પણ સમિતે પોતાના બેટથી અડધી સદી ફટકારી હતી. દિલ્હી સામેની મેચમાં સમિતે 8 ઓવરમાં 8 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, સમિત દ્રવિડે 2018માં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન BTR અંડર 14 ટૂર્નામેન્ટમાં 150 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તાજેતરમાં તેની પસંદગી કર્ણાટક દ્વારા 2023 વિનુ માંકડ ટ્રોફીમાં પણ કરવામાં આવી હતી. જોકે, આ ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન એટલું સારું નહોતું અને ચાર ઇનિંગ્સમાં સમિત દ્રવિડે એક અડધી સદીની મદદથી માત્ર 122 રન બનાવ્યા હતા.

રાહુલ દ્રવિડની વાત કરીએ તો, તેઓ 2021માં ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા હતા. તેનો કરાર 2023 વર્લ્ડ કપ સુધીનો હતો. હવે BCCIએ તેનો કોન્ટ્રાક્ટ વધારવાની જાહેરાત કરી છે. જો કે તેની સમયમર્યાદા હજુ સ્પષ્ટ કરવામાં આવી નથી. મીડિયા સૂત્રોનું માનીએ તો દ્રવિડ T20 વર્લ્ડ કપ સુધી ભારતના મુખ્ય કોચ તરીકે રહેશે. આ ટુર્નામેન્ટ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાં ગણવામાં આવતા દ્રવિડે ભારત માટે છેલ્લી મેચ 2012માં રમી હતી. ટેસ્ટ અને વનડેમાં તેના નામે 10 હજારથી વધુ રન છે.

રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા કહી શકાય કે, તે પણ આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો જોવા મળશે. ઘણા વર્ષોથી ભારતીય ટીમ માટે ઘણી સારી મેચ રમનાર રાહુલ દ્રવિડે પોતાના પુત્ર સમિતને પણ ઘણું કોચિંગ આપ્યું છે અને ઘણા લોકો માને છે કે, ભવિષ્યમાં સમિત દ્રવિડ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp