રાહુલ દ્રવિડની વિદાઇ નક્કી! આ પૂર્વ ખેલાડીને નવા હેડ કોચ બનાવવા માગે છે BCCI

PC: ap7am.com

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમને ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે ભારતીય ટીમનું ત્રીજી વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું. વર્લ્ડ કપની સમાપ્તિ સાથે જ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. હવે રાહુલ દ્રવિડનો કાર્યકાળ આગળ વધે છે કે નહીં, તેના પર ફેન્સની નજરો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાહુલ દ્રવિડ હવે ભારતીય ટીમને બાય બાય કહી શકે છે.

બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પણ T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખતા NCF ચીફ VVS લક્ષ્મણને આ જવાબદારી સોંપવા પર વિચાર કરી શકે છે. BCCIના ઉચ્ચ અધિકારીઓ અને રાહુલ દ્રવિડ વચ્ચે હેડ કોચના આ મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. દ્રવિડે જ્યારે પણ બ્રેક લીધો છે, તો VVS લક્ષ્મણ હેડ કોચની ભૂમિકા ભજવતા નજરે પડ્યા. 49 વર્ષીય લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલની T20 સીરિઝમાં પણ હેડ કોચની જવાબદારી નિભાવી રહ્યા છે.

BCCIના એક અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, રાહુલ દ્રવિડ અને BCCIએ હાલની સ્થિતિ બાબતે વાતચીત કરી. અમે તેમના નિર્ણયનું સન્માન કરીશું. આમ બધાને લાગે છે કે T20 વર્લ્ડ કપ 7-8 મહિનામાં થવાનો છે તો નવા કોચ માટે આવીને ટીમ બનાવવા અને એક પ્રક્રિયા નક્કી કરવામાં સમય લાગશે. દ્રવિડ તેનાથી પરિચિત છે. બોર્ડ છેલ્લા 2 વર્ષમાં દ્રવિડ, કેપ્ટન રોહિત સાથે મળીને કામ કરવાની રીતથી ખૂબ ખુશ છે, ભલે તેઓ કોઈ ICC ટ્રોફી ન જીતી શક્યા હોય.

અધિકારીએ કહ્યું કે, હેડ કોચ માટે વિકલ્પ ખુલ્લા છે, તેઓ (લક્ષ્મણ) ટીમ, ખેલાડીઓ અને ટ્રેનિંગની રીતોથી પરિચિત છે. તેમને રાષ્ટ્રીય ટીમ સાથે કામ કરવાનો અનુભવ છે. BCCI બધા પહેલુંઓ પર પૂરી રીતે વિચાર કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. અમે આ બાબતે પણ વાતચીત કરી રહ્યા છીએ. અમે આ બાબતે પણ વાતચીત કરી રહ્યા છીએ કે હાલના કોચ અને કેપ્ટનના સંયોજનની T20 વર્લ્ડ કપમાં જરૂરિયાત હશે કે નહીં. અમે જલદી જ નિર્ણય પર પહોંચવાની આશા રાખી રહ્યા છીએ, જેથી આગળ વસ્તુ સ્પષ્ટ થઈ જશે.

રાહુલ દ્રવિડ કથિત રૂપે IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે વાતચીત કરી રહ્યા છે. જો વસ્તુ સારી રહે છે તો દ્રવિડ IPL 2024 અગાઉ આ ટીમના મેન્ટર બની શકે છે. બીજી તરફ વર્ષ 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR) પણ રાહુલ દ્રવિડને પોતાની સાથે જોડાવા માગે છે. રાજસ્થાનની પણ ઈચ્છા છે કે તેઓ ટીમના મેન્ટર બને. દ્રવિડ અગાઉ પણ IPLમાં રાજસ્થાન સાથે ખેલાડી અને કોચ બંનેની જ ભૂમિકા ભજવતા નજરે પડી ચૂક્યા છે. દ્રવિડ લાંબા સમય સુધી ઈન્ડિયા-A અને NCA સાથે કામ કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp