મહા મુકાબલા પહેલા રાહુલ દ્રવિડે એવું કહ્યું જે દિલ જીતી લેશે

PC: BCCI

આજે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ છે અને ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે પણ રાહુલ દ્રવિડનો આ ફાઈનલ મુકાબલો છે. આ ટુર્નામેન્ટ બાદ ભારતીય ટીમને નવા કોચ મળવાના છે, ત્યારે દ્રવિડે આ ફાઈનલ મુકાબલા વિશે વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે, અમે બસ સારું ક્રિકેટ રમવા માગીએ છીએ. હું એ વાતની વિરુદ્ધમાં છું કે, ટીમને કોઈ એક વ્યક્તિ વિશેષ માટે આ ફાઈનલ જીતવી જોઈએ. હું આના વિશે વાત નથી કરવા માગતો. 'કોઈના માટે કંઈ કરો' એ વાત પર હું વિશ્વાસ નથી રાખતો. મને એ ઉદાહરણ બહુ પસંદ છે, જેમાં એક વ્યક્તિ કોઈને પૂછી રહ્યો હોય છે કે, તમે માઉન્ટ એવરેસ્ટ કેમ ચઢવા માગો છો અને તે કહે છે હું માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા એટલે માગું છું કારણ કે તે ત્યાં જ છે. હું આ વર્લ્ડ કપ એટલે જીતવા માગું છું, કારણ કે તે ત્યાં જ છે. આ કોઈ વ્યક્તિ વિશેષ માટે નહીં, આ ફક્ત જીતવા માટે છે.

એટલે કે જે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલે છે કે, 2011નો વર્લ્ડ કપ સચિન તેંદુલકર માટે જીત્યા આ વર્લ્ડ કપ રાહુલ દ્રવિડ માટે જીતવાનો છે, રાહુલ દ્રવિડ તેના સખત વિરોધમાં છે.

પહેલા બેટિંગ કરનારનું પલડું ભારે, ભારતના નામે માત્ર એક જીત, જાણો કેવો છે રેકોર્ડ

કેન્સિંગટન ઓવલ ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલ મેચની મેજબની કરવા તૈયાર છે. વર્ષ 2007 અને વર્ષ 2010ના T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અહી રમાઈ હતી. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ પણ બાર્બાડોસના બ્રિજટાઉન સ્થિત આ મેદાનમાં રમાશે. આ મેદાનનો ઇતિહાસ લગભગ 140 વર્ષ જૂનો છે. વર્ષ 1882માં બનેલા આ મેદાન પર વર્ષ 1930માં પહેલી ટેસ્ટ રમાઈ હતી. વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અહી પહેલી T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી.

કેન્સિંગટન ઓવલ પર અત્યાર સુધી પુરુષોની 32 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાં 8 મેચ આ T20 વર્લ્ડ કપમાં થઈ છે. આ 32 મેચોમાં પહેલા રમનારી ટીમને 19 વખત જીત મળી છે તો લક્ષ્યનો પીછો કરનારી ટીમ 11 વખત વિજેતા રહી છે. 2 મેચનું પરિણામ ન નીકળી શક્યું. તેમાં આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલી મેચ પણ હતી. ભારતે અહી 3 T20 ઇન્ટરનેશનલ મેચમાં એક જીત મેળવી છે, તો દક્ષિણ આફ્રિકાને 3 મેચોમાં 2 જીત મળી છે.

કેન્સિંગટન ઓવલ પર T20નો રેકોર્ડ

કુલ T20 મેચ: 32

પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી 19 મેચ (59.38 ટકા)

લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી 11 (34.38 ટકા)

ટોસ જીતનારી ટીમ જીતી 19 (59.38 ટકા)

પહેલા રમત થયેલો એવરેજ સ્કોર: 153 રન

સૌથી મોટું ટીમ ટોટલ 224/5 (વેસ્ટ ઈન્ડીઝ વર્સિસ ઈંગ્લેન્ડ)

સૌથી નાનો ટીમ ટોટલ 80/10 (અફઘાનિસ્તાન વર્સિસ દક્ષિણ આફ્રિકા)

સૌથી મોટું રનચેઝ 172/6 (વેસ્ટ ઈન્ડીઝ વર્સિસ ઈંગ્લેન્ડ)

સૌથી મોટી ઇનિંગ: 107 રન (રોવમેન પોવેલ)

બેસ્ટ બોલિંગ 5/27 (જેસન હોલ્ડર)

વિનિંગ ટોટલ શું હશે?

ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં પહેલા રમનારી ટીમ જો 170 થી વધારે બનાવી દે છે તો એ વિનિંગ ટોટલવાળો રહેશે. કેરેબિન દેશોની પીચો ધીમી હોય છે. ભારતની જેમ અહી દરેક બૉલ રર ચોગ્ગા-છગ્ગા લગાવવા લગભગ અસંભવ છે. કેનસિંગટન ઓવલની સ્થિતિ પણ એવી જ છે. રેકોર્ડને પણ જોઈએ તો અહી લક્ષ્યનો પીછો કરવો સરળ નથી. ભારતે આ ટૂર્નામેન્ટમાં અહી એક મેચ જીતી છે, તો દક્ષિણ આફ્રિકન ટીમ વર્ષ 2010 બાદ કેન્સિંગટન ઓવલ પર કોઈ T20 મેચ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp