દ્રવિડે કેમ કહ્યું- એક માનવ તરીકે હું રોહિતને ખૂબ યાદ કરીશ, આશા રાખું કે...

PC: twitter.com

ભારતીય ટીમે 13 વર્ષ બાદ ICC ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ વર્લ્ડ કપ સાથે રાહુલ દ્રવિડનો પણ કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, પણ જતા-જતા તેમનું સપનું પણ પૂરું થઈ ગયું છે. વર્લ્ડ કપ જીત્યા બાદ દ્રવિડે કહ્યું હતું કે, છેલ્લા થોડા કલાકોથી મારી પાસે શબ્દ નથી. મને આ ટીમ પર ગર્વ છે, જે રીતની પડકારજનક પરિસ્થિતિઓમાં ટીમે સંઘર્ષ કર્યો છે, ગર્વ છે. એક ખેલાડી તરીકે હું એટલો નસીબદાર નથી રહ્યો કે વર્લ્ડ કપ જીતી શકું. મેં મારા ખેલાડી તરીકેના કરિયરમાં ખૂબ કોશિશ કરી, પણ ગેમમાં આ બધું થતું રહે છે.

દ્રવિડે કહ્યું કે, સારું લાગી રહ્યું છે, પણ હું ભારથી મુક્ત થવાનું લક્ષ્ય લઈને નહોતો આવ્યો. હું મારું કામ કરી રહ્યો છું, જેનાથી મને પ્રેમ છે. મને રોહિત અને આ ટીમ સાથે કામ કરીને સારું લાગ્યું. આ સફર સારી રહી, જેની મેં પૂરી મજા લીધી.

રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે, આ પ્રકારના ડ્રેસિંગ રૂમનો હિસ્સો રહેવું અદભુત હતું. આ જિંદગીભરની યાદો છે. હું ટીમ અને સપોર્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું. હું વિરાસત એ બધામાં વિશ્વાસ નથી કરતો, મને ખુશી છે કે હું મારું સર્વશ્રેષ્ઠ આપી શક્યો. હું આ ટીમ માટે અને ભારતીય ફેન્સ માટે ખુશ છું.

રોહિત વિશે દ્રવિડે કહ્યું હતું કે, ક્રિકેટ અને કપ્તાની ભૂલી જાવ, એક માણસ તરીકે હું રોહિતને ખૂબ જ યાદ કરીશ. આશા રાખું છું અમે દોસ્ત બની રહીશું, જેટલું સન્માન તેણે મને આપ્યું છે, જેટલી ચિંતા તે આ ટીમની કરી છે, જેટલી ઉર્જા એની અંદર છે, તે મહાન કપ્તાન હશે, મહાન ખેલાડી હશે અને ખિતાબ જીતશે પણ એક માણસ તરીકે હું તેનો ફેન છું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp