મોરના ઈંડાને ચીતરવા ન પડેઃ દ્રવિડના દીકરાએ 98 રન ફટકારી ટીમને જીત અપાવી
ભારતમાં હાલમાં કૂચ બેહાર ટ્રોફી ચાલી રહી છે, જેમાં રાહુલ દ્રવિડના દીકરાએ ધૂમ મચાવી દીધી છે. BCCI દ્વારા આયોજિત કૂચ બિહાર ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડના દીકરા સમિત દ્રવિડે બેટ વડે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. દ્રવિડના દીકરાએ આ ટુર્નામેન્ટના એક મુકાબલામાં 98 રનની શાનદાર ઈનિંગ રમી છે. તે ભલે સદી કરવાથી ચૂકી ગયો હોય, પરંતુ તેણે પોતાની બેટિંગથી લોકોનું દિલ જીતી લીધું છે.
સમિત દ્રવિડ કૂચ બિહાર ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમી રહ્યો છે. જમ્મુ કાશ્મીર વિરુદ્ધ તેણે 98 રન ફટકારી દીધા હતા, જેના માટે તેણે 159 બોલનો સામનો કર્યો હતો. પોતાની ઈનિંગ દરમિયા તેણે 13 ચોક્કા લગાવ્યા હતા. જમ્મુ કાશ્મીરની ટીમે પોતાની પહેલી ઈનિંગમાં 170 રન બનાવ્યા હતા, ત્યાર બાદ કર્ણાટકના સમિતની 98 રનની ઈનિંગની મદદથી 480 રન બનાવ્યા હતા અને પોતાની ઈનિંગ ડિક્લેર કરી હતી, આ દરમિયાન કર્ણાટકની 5 વિકેટ્સ પડી હતી.
Samit Dravid, Rahul Dravid’s son, at Jammu while playing for Karnataka in Cooch Behar Trophy (U19) against J&K. He made 98 runs in Karnataka’s easy win.
— Mohsin Kamal (@64MohsinKamal) December 20, 2023
📹: MCC Sports pic.twitter.com/t7EQSro023
બીજી ઈનિંગમાં જ્યારે જમ્મુ-કાશ્મીરની ટીમ બેટિંગ કરવા ઉતરી તો તે 180 રન જ બનાવી શકી. આ રીતે કર્ણાટક આ મેચને એક ઈનિંગ 130 રનથી જીતી ગઈ હતી.તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડનો દીકરો સમિત પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો અને જો તે આવી રીતે સતત સારી બેટિંગ કરતો રહેશે, તો ઈન્ડિયન ટીમમાં સ્થાન બનાવવાથી તેને કોઈ રોકી નહીં શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp