ગિલે સદી મારતા ટ્રોલર્સના નિશાના પર આવ્યો રાહુલ, સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર

PC: freepressjournal.in

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની અંતિમ મેચ અમદાવાદમાં રમવામાં આવી રહી છે. આ ટેસ્ટ મેચમાં શુભમન ગિલે સદી ફટકારી છે. શુભમન ગિલ આ ટેસ્ટ સીરિઝમાં સદી મારનારો બીજો બેટ્સમેન છે. શુભમન ગિલે તો પોતાનું કામ કરી દીધુ પરંતુ, કે એલ રાહુલને મુસીબતમાં મુકી દીધો. ગિલની સેન્ચ્યુરી બાદ હવે સોશિયલ મીડિયા પર કે એલ રાહુલને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શુભમન ગિલને કે એલ રાહુલની જગ્યા પર જ રમાડવામાં આવી રહ્યો છે કારણ કે, છેલ્લાં ઘણા દિવસોથી કે એલ રાહુલ ખૂબ જ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો.

શુભમન ગિલની સેન્ચ્યુરી બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે. ઘણા લોકો કમેન્ટ્સ કરીને કહી રહ્યા છે કે, કે એલ રાહુલની ટીમમાંથી છુટ્ટી પાક્કી થઈ ગઈ છે. એટલે કે હવે કે એલ રાહુલ ટીમ ઈન્ડિયામાં દેખાશે નહીં. ટ્વિટર પર તો મીમ્સનું પૂર આવી ગયુ છે. કેટલાક લોકોએ તો કે એલ રાહુલને અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના, ગીત ગાતો બતાવ્યો છે. કે એલ રાહુલને આ સીરિઝની પહેલી બે ટેસ્ટ મેચમાં તક મળી હતી પરંતુ, તે ફ્લોપ સાબિત થયો હતો. હવે સોશિયલ મીડિયા પર કે એલ રાહુલને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

તેમજ એ પણ ના ભૂલો કે બહારથી યશસ્વી જયસ્વાલે પણ સિલેક્ટર્સ પર પ્રેશર એટલું વધારી દીધુ છે કે, રાહુલ ગિલ અને જયસ્વાલની વચ્ચે સેન્ડવિચ જેવો દેખાઈ રહ્યો છે. હાલ, ગિલે સદી ફટકારી, તો પહેલાથી જ ફેન્સના નિશાના પર ચાલી રહેલા કેએલ રાહુલને ટ્રોલ કરવાની ફેન્સને વધુ એક તક મળી ગઈ અને સોશિયલ મીડિયા પર મજેદાર કમેન્ટ્સ અને મીમ્સનું પૂર આવી ગયું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં આજે (11-3-23) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ચોથી તેમજ છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસની ગેમ રમાઇ. જણાવી દઈએ કે, પહેલી ઈનિંગમાં મહેમાન ટીમે 480 રન બનાવ્યા. તેમજ, તેના જવાબમાં ત્રીજા દિવસની ગેમ પૂર્ણ થવા સુધી ભારતીય ટીમ 3 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp