શું ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ આવશે? મેચના દિવસે કેવું હશે વાતાવરણ

PC: skysports.com

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો રવિવારે ન્યૂયોર્કમાં સામસામે હશે. T20 વર્લ્ડ કપ 2024ની આ પહેલી મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે રમાશે. આ મેચ પર હવામાનની માર પડી શકે છે. ભારતીય ટીમે પોતાની પહેલી મેચમાં આયરલેન્ડને હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. તો પાકિસ્તાનને પહેલી મેચમાં ઉલટફેરનો શિકાર થવું પડ્યું. ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવીને સતત બીજી જીત હાંસલ કરીને સુપર 8ના દાવાને પૂરતો કરવા માગશે, તો પાકિસ્તાનનો પ્રયાસ રહેશે કે જીત હાંસલ કરીને સુપર 8ની રેસમાં બનેલી રહે.

હવામાન વેબસાઇટ એક્યૂવેધર ડોટ કોમન રિપોર્ટ મુજબ, મેચવાળા દિવસે વરસાદ પડે તેવી સંભાવના છે. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં બાબર આઝમની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ટીમ સામે રમશે. સ્થાનિક સમય મુજબ આ મેચ સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ન્યૂયોર્કમાં મેચ શરૂ થશે, એ સમયે ભારતમાં રાતના 8:00 વાગ્યા હશે. એક્યૂવેધરના રિપોર્ટ મુજબ ન્યૂયોર્કમાં સવારે 11 વાગ્યે 51 ટકાની સંભાવના છે એટલે કે મેચ શરૂ થવાના અડધા કલાક બાદ વરસાદ બાધા બની શકે છે.

એ સિવાય મેચવાળા દિવસે તડકાની પણ ભવિષ્યવાણી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ જો વરસાદના કારણે રદ્દ થઇ તો બંને ટીમોને 1-1 પોઇન્ટ વહેંચી દેવામાં આવશે. લીગ સ્ટેજની મેચ માટે રિઝર્વ ડેનું પ્રાવધાન નથી. ICCએ સેમીફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. બંને ટીમો આ મેચને રદ્દ થતી જવા માગતી નથી કેમ કે બંને ટીમોના હિસાબે આ મેચ ખૂબ મહત્ત્વની છે. ભારતીય ટીમ આ મેચને જીતીને સુપર 8ની દાવેદારીને મજબૂત કરશે, તો પાકિસ્તાની ટીમ હાર બાદ સુપર 8ની રેસમાંથી લગભગ બહાર થઇ જશે.

બાબર આઝમ એન્ડ કંપની માટે ભારત વિરુદ્ધ મેચ કરો યા મરોવાળી બની ગઇ છે. મેજબાન અમેરિકા સામે હાર્યા બાદ પાકિસ્તાન માટે આગળનો માર્ગ મુશ્કેલ નજરે પડી રહ્યો છે. અમેરિકા સતત 2 જીત હાંસલ કરીને ગ્રુપમાં 4 પોઇન્ટ્સ સાથે ટોપ પર છે, જ્યારે 2 પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર છે. પાકિસ્તાની ટીમ ખાતું પણ ખોલી શકી નથી. પાકિસ્તાન પાસે ભારતીય ટીમને હરાવ્યા બાદ સુપર 8માં પહોંચવાના અવસર હશે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થઇ, તો પછી પાકિસ્તાન કેનેડા અને આયરલેન્ડને હરાવીને માત્ર 5 પોઇન્ટ જ હાંસલ કરી શકશે. ભારતીય ટીમ ત્યારબાદ કેનેડા અને USAને હરાવીને સુપર 8માં પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp