ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં કોહલીના સ્થાને આ ખેલાડીનો સમાવેશ

PC: crictoday.com

ઈંગ્લેન્ડ સામેની પહેલી બે ટેસ્ટ માટે વિરાટ કોહલીએ ટીમમાંથી નામ પાછું લઈ લીધું છે. તેણે અંગત કારણ હોવાનું કહીને BCCIને રિક્વેસ્ટ કરી હતી કે તેને બે ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવે, BCCIએ પણ તેની માગ સ્વીકારી લીધી હતી. હવે BCCIએ તેની જગ્યાએ રજત પાટીદારને ટીમમાં સ્થાન આપ્યું છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ રજત પાટીદાર હૈદરાબાદની ટીમ સાથે જોડાઈ ગયો છે. મધ્ય પ્રદેશનો બેટર પાટીદાર હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે હાલમાં જ ઈંગ્લેન્ડ લાયન્સ સામે ચાર દિવસની પ્રેક્ટિસ મેચમાં 151 રનની ઈનિંગ રમી હતી, જ્યારે લાયન્સ સામે બે દિવસ વાળા પ્રેક્ટિસ મેચમાં તેણે 111 રન બનાવ્યા હતા. પાટીદારે હાલમાં સાઉથ આફ્રિકા સામે પોતાનું વન-ડે ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે એક મેચમાં 22 રન બનાવ્યા હતા.

પાટીદારના કરિયરની વાત કરીએ તો તેણે 55 મેચમાં 45.97ની એવરેજથી 4000 રન બનાવ્યા છે, તેના નામે 12 સદી અને 22 અડધી સદી છે, જ્યારે 58 લિસ્ટ એ મેચમાં પાટીદારે 36.09ની સરેરાશથી 1985 રન બનાવ્યા છે.

ભારતીય ટીમને લાગ્યો ઝટકો, ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી 2 ટેસ્ટથી બહાર થયો કોહલી

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ થનારી 5 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆતી 2 મેચોથી બહાર થઈ ગયો છે એટલે કે તે શરૂઆતી 2 મેચ નહીં રમે. આ વાતની જાણકારી પોતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આપી છે. BCCIએ કહ્યું કે, વિરાટ કોહલીએ વ્યક્તિગત કારણોનો સંદર્ભ આપતા BCCIને ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ સીરિઝની પહેલી 2 ટેસ્ટથી હટવાનો અનુરોધ કર્યો છે. વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ સાથે વાત કરી છે.

વિરાટ કોહલીએ એ વાત પર ભાર આપ્યો કે, દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હંમેશાં સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. BCCIએ આગળ કહ્યું કે, BCCI તેના નિર્ણયનું સન્માન કરે છે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે સ્ટાર બેટ્સમેનને પોતાનું સમર્થન આપ્યું છે અને ટીમના બાકી સભ્યો પર ટેસ્ટ સીરિઝમાં સરાહનીય પ્રદર્શન કરવાનો પૂરો ભરોસો છે. તેણે નિવેદનમાં કહ્યું કે, BCCI મીડિયા અને ફેન્સને અનુરોધ કરે છે કે તે વિરાટ કોહલીની પ્રાઈવસીનું સન્માન કરે છે અને તેના વ્યક્તિગત કારણોની પ્રકૃતિ પર અટકળો ન કરે. આગામી ટેસ્ટ સીરિઝમાં ખેલાડીઓના પ્રદર્શન પર ધ્યાન કરવું જોઈએ. જલદી જ વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવશે.

વિરાટ કોહલીનું ટેસ્ટ કરિયર:

113 મેચ, 8848 રન, 49.15ની એવરેજ

29 સદી, 30 અડધી સદી, 55.56ની સ્ટ્રાઈક રેટ.

991 ચોગ્ગા અને 26 છગ્ગા

ભારતીય ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે સીરિઝની પહેલી ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલમાં રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની શરૂઆતી 2 મેચો માટે ભારતીય ટીમની જાહેરાત અગાઉ જ કરી દેવામાં આવી છે. ટીમની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ.

બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખા પટ્ટનમ

ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ

ચોથી ટેસ્ટ 23-27 ફેબ્રુઆરી, રાંચી

પાંચમી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાળા.

ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભારત (વિકેટકીપર), ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બૂમરાહ (ઉપકેપ્ટન), આવેશ ખાન.

ટેસ્ટ સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમ:

બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જોની બેયરસ્ટો, શોએબ બશીર,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp