અફઘાનિસ્તાનને જોરદાર ઝટકો, ભારત વિરુદ્ધ સીરિઝથી બહાર થયો આ સ્ટાર ખેલાડી
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ટીમ હાલના દિવસોમાં ભારતના પ્રવાસે છે. અહી તેણે 3 મેચોની T20 સીરિઝ રમવાની છે. પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ મોહાલીમાં થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 07:00 વાગ્યે રમાશે, પરંતુ આ મેચ અગાઉ જ અફઘાનિસ્તાની ટીમને જોરદાર ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાન આખી સીરિઝથી બહાર થઈ ગયો છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે રાશિદ ખાન અંતિમ 2 મેચ રમી શકે છે, પરંતુ હવે એવું નથી.
રાશિદ ખાન આખી T20 સીરિઝથી બહાર થઈ ગયો છે. આ વાત અફઘાની ટીમના કેપ્ટન ઈબ્રાહિમ જાદરાને પોતે બતાવી છે. મોહાલીમાં રમાનારી T20 મેચ અગાઉ ઈબ્રાહિમ જાદરાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘તે (રાશીદ ખાન) પૂરી રીતે ફિટ નથી, પરંતુ ટીમ સાથે યાત્રા જરૂર કરશે. અમે આશા રાખીએ છીએ કે તે વહેલી તકે ફિટ થાય. તે ડૉક્ટર સાથે રિહેબ કરી રહ્યો છે અને અમે તેને આખી સીરિઝમાં મિસ કરીશું.’
જો કે, જાદરાને કહ્યું કે, રાશિદ ખાન ન હોવાથી પણ ટીમમાં ખૂબ ટેલેન્ટેડ ખેલાડી છે જે તેની કમી પૂરી કરવા માટે જીવ લગાવી દેશે. તેણે કહ્યું કે, રાશિદ ખાન વિના કેટલાક એવા ખેલાડી છે જેના પર અમે ભરોસો વ્યક્ત કર્યો છે. હું એટલું કહી શકું છું કે તેઓ સારી ક્રિકેટ રમશે. બાકી ખેલાડી પણ ખૂબ ક્રિકેટ રમી ચૂક્યા છે અને મને ભરોસો છે કે તે શાનદાર પ્રદર્શન કરશે. રાશિદ ખાન વિના અમે સંઘર્ષ કરીશું કેમ કે અનુભવ અમારા માટે ખૂબ મહત્ત્વનો છે, પરંતુ આ ક્રિકેટ છે અને તમારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂરિયાત હોય છે.
T20 સીરિઝ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિન્કુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.
અફઘાનિસ્તાની ટીમ:
ઈબ્રાહિમ જાદરાન (કેપ્ટન). રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકીપર), ઇકરામ અલિખિલ (વિકેટકીપર), હજરતુલ્લાહ જજઈ, રહમત શાહ, નજીબુલ્લાહ જાદરાન, મોહમ્મદ નબી, કરીમ જનત, અજમતુલ્લાહ ઉમરજઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહમાન, ફજલહક ફારુકી, ફરીદ અહમદ, નવીન ઉલ હક, નૂર અહમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહમદ અને ગુલબદીન નાયબ.
ભારત અને અફઘાનિસ્તાન T20 સીરિઝનું શેડ્યૂલ:
પહેલી T20 મેચ: 11 જાન્યુઆરી, મોહાલી, સાંજે 01:00 વાગ્યાથી
બીજી T20 મેચ: 14 જાન્યુઆરી, ઈન્દોર, સાંજે 07:00 વાગ્યાથી
ત્રીજી T20 મેચ: 17 જાન્યુઆરી, બેંગ્લોર, સાંજે 07:00 વાગ્યાથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp