રવિચંદ્રન અશ્વિને ભારતના આ ખેલાડીની તુલના મોહમ્મદ શમી સાથે કરી

PC: outlookindia.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સમયે 5 મેચોની T20 સીરિઝ રમાઇ રહી છે. ભારતીય ટીમ તરફથી પહેલી મેચમાં યુવા ફાસ્ટ બોલર મુકેશ કુમારે શાનદાર બોલિંગ કરી. તેનાથી રવિચંદ્રન અશ્વિન ખૂબ વધુ પ્રભાવિત છે અને તેણે મુકેશ કુમારની તુલના દિગ્ગજ બોલર મોહમ્મદ શમી સાથે કરી છે. રવિચંદ્રન અશ્વિનના જણાવ્યા મુજબ, ભારતનો આગામી શમી, મુકેશ કુમાર છે. મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T20 મેચમાં શાનદાર બોલિંગ કરી. તેને કોઈ વિકેટ તો ન મળી, પરંતુ પોતાની 4 ઓવરોની સ્પેલમાં તેણે 29 રન આપ્યા.

મુકેશ કુમારે અંતિમ ઓવરમાં ખૂબ જ શાનદાર યોર્કર નાખ્યા. રવિચંદ્રન અશ્વિનના જણાવ્યા મુજબ, મુકેશ કુમાર જૂનિયર મોહમ્મદ શમી બની શકે છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, મેં અગાઉ વિચાર્યું હતું કે મોહમ્મદ સિરાજ જૂનિયર શમી બનશે, પરંતુ હવે મને લાગે છે કે મુકેશ કુમાર જૂનિયર શમી બની શકે છે. મોહમ્મદ શમીને લાલા કહેવામાં આવે છે અને એક્ટર મોહનલાલના ટ્રિબ્યૂટમાં તેને આ નામ આપવામાં આવ્યું છે.

રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, હું શમીને લાલટેન કહું છું, જે મોહનલાલને પણ કહેવામાં આવે છે. મુકેશના શરીરની બનાવટ પણ શમી જેવી જ છે. તેની પણ રિસ્ટ પોઝિશન બરાબર શમી જેવી જ છે. તેની સીમ ખૂબ સીધી રહે છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી T20 મેચમાં જે પ્રકારે મુકેશ કુમારે યોર્કર ફેંક્યા હતા, તેને લઈને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે મુકેશ કુમારના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, તે આ પ્રકારે યોર્કર નાખી રહ્યો હતો જેમ કોઈ બોલિંગ મશીન લાગ્યું હોય. મુકેશ કુમાર આખી મેચમાં સૌથી શાનદાર બોલર રહ્યો. તેમણે મુશ્કેલ ઓવર ટીમ માટે નાખી અને એ છતા વધુ રન ન આપ્યા. મુકેશ કુમારે આ વર્ષે જુલાઇ-ઑગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર રમાયેલી ત્રણેય ફોર્મેટની સીરિઝ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. મુકેશની દિલ્હી કેપિટલ્સ (DC) સાથે પહેલી IPL સીઝન પણ ખૂબ શાનદાર ગઈ અને અત્યાર સુધી ભારતીય ટીમ તરફથી તેને જેટલી પણ મેચમાં રમવાનો અવસર મળ્યા છે તેમાં તેણે બધાને પ્રભાવિત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp