અશ્વિને જણાવ્યું ફાઇનલમાં હાર બાદ ડ્રેસિંગ રૂમમાં કેવો હતો માહોલ, કોણ રડેલું

PC: outlookindia.com

ભારતીય ટીમનું વર્લ્ડ કપ 2023ના શાનદાર અભિયાનનો અંત નિરાશાજનક રહ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમને પેટ કમિન્સની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયન ટીમના હાથે ફાઇનલ મેચમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ 241 રનના લક્ષ્યની રક્ષા કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં પહોંચવા અગાઉ સતત 10 મેચ જીતી હતી, પરંતુ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો.

ભારતીય ટીમે વર્ષ 2013 બાદ ICC ટ્રોફી જીતી નથી અને તેનું આ સપનું આ વખત પણ પૂરું ન થઈ શક્યું. ભારતીય ટીમની હાર બાદ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રડતા નજરે પડ્યા હતા અને તેમના વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા. ભારતીય ટીમની હાર બાદ ડ્રેસિંગ રૂમનો માહોલ કેવો હતો? અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ બાબતે ખુલાસો કર્યો છે. અશ્વિને એસ. બદ્રીનાથ સાથે તેની યુટ્યુબ ચેનલ પર વાતચીતમાં જણાવ્યું કે, હાર બાદ ભારતીય ટીમનું વલણ અને તેમના રીએક્શન કેવા હતા.

રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માના આંસુ પડતા જોઈને તેને કેટલી પરેશાની થઈ હતી. તેણે કહ્યું કે, હા અમને દર્દ અનુભવાયું. વિરાટ કોહલી અને રોહિત શર્મા રડી રહ્યા હતા. એવું જોઈને ખરાબ લાગ્યું. ખેર જીત અમારા નસીબમાં નહોતી. આ ટીમ અનુભવી હતી. દરેકને ખબર હતી કે તેણે શું કરવાનું છે અને પછી ખેલાડી વ્યવસાયી છે. દરેક પોતાનું રૂટિન અને વોર્મ અપ જાણે છે. મારા ખ્યાલથી બે નેચરલ લીડર્સ (કોહલી અને રોહિત)એ ટીમને જગ્યા આપી અને આ પ્રકારની બોંડિંગ બનાવી.

રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કે, કેપ્ટન રોહિત શર્માને શાનદાર વ્યક્તિ છે. તેણે કહ્યું કે રોહિત શર્મા ટીમમાં દરેક વ્યક્તિ બાબતે ખબર છે અને તે જાણે છે કે અમારમાંથી બધા લોકોને શું પસંદ છે અને શું નહીં. જો તમે ભારતીય ક્રિકેટ જુઓ છો તો દરેક કહેશે કે મહેન્દ્ર સિંહ ધોની સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે. રોહિત શર્મા શાનદાર વ્યક્તિ છે. તે ટીમના દરેક વ્યક્તિને સમજે છે. તે જાણે છે કે અમારામાંથી દરેકને શું પસંદ છે અને શું નહીં. તેની સમજ શાનદાર છે. તે દરેક સભ્યને અંગત રીતે જાણવાનો પ્રયાસ કરે છે. રોહિત શર્મા પ્રયાસ કરે છે કે કેવી રીતે દરેક વ્યક્તિને રણનીતિ સમજાવવામાં આવે. એ ભારતીય ક્રિકેટમાં એડવાન્સ સ્તરની લીડરશિપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp