અશ્વિને પસંદ કરી IPLની ઓલ ટાઇમ પ્લેઇંગ XI, આ દિગ્ગજને સોંપી કેપ્ટન્સી

PC: hindustantimes.com

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઇતિહાસની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી. રવિચંદ્રન અશ્વિને આ ટીમમાં ક્રિસ ગેલ, સચિન તેંદુલકર, વિરેન્દર સેહવાગ, ઝહીર ખાન, ડેવિડ વોર્નર અને શેન વોર્ન જેવા દિગ્ગજોને સામેલ કર્યા નથી. અશ્વિને પોતાની ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ જગ્યા આપી નથી. તો આ ટીમમાં કે.એલ. રાહુલ પણ નથી. રવિચંદ્રન અશ્વિને દિગ્ગજ બેટ્સમેન અને હાલમાં જ સંન્યાસ લેનાર ખેલાડી શિખર ધવનને પણ સિલેક્ટ કર્યો નથી.

તો ભારતીય સ્પીનારની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવનમાં ગૌતમ ગંભીર પણ નથી. રવિચંદ્રન અશ્વિને IPLની પોતાની ઓલ ટાઇમ ઇલેવનમાં મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવ્યો છે. તો આ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને ઓપનર તરીકે પસંદ કર્યા છે. ટીમમાં ભુવનેશ્વર કુમાર, લસિથ મલિંગા અને જસપ્રીત બૂમરાહના રૂપમાં 3 ફાસ્ટ બોલર છે. અશ્વિને પોતાની ટીમમાં 6 બેટ્સમેન, 2 સ્પિનર અને 3 ફાસ્ટ બોલરને સામેલ કર્યા છે. સ્પિનરમાં રાશિદ ખાન અને સુનિલ નરીનને સામેલ કરવામાં આવ્યા છે.

તો બેટિંગ વિભાગમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય સુરેશ રૈના અને સૂર્યકુમાર યાદવ જેવા પાવર હીટર છે. સાથે જ મિસ્ટર 360 ડિગ્રીના નામથી પ્રખ્યાત એબી ડી વિલિયર્સ પણ રવિચંદ્રન અશ્વિની ઓલ ટાઇમ ઇલેવનનો હિસ્સો છે. અશ્વિનની ટીમને જોતા રોહિત શર્મા અને વિરાટ કોહલી ઇનિંગની શરૂઆત કરશે. તો 3 નંબર પર મિસ્ટર IPL સુરેશ રૈના અને નંબર 4 પર સૂર્યકુમાર યાદવ છે. ત્યારબાદ એબી ડી વિલિયર્સ અને મહેન્દ્ર સિંહ ધોની ક્રમશઃ પાંચ અને છઠ્ઠા નંબર પર છે.

તેનો અર્થ છે કે બંનેને મેચ ફિનિશરની ભૂમિકામાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સુનિલ નરીન અને રાશિદ ખાનના રૂપમાં ઓલરાઉન્ડર છે. આ બંને સ્ટાર નીચેના ક્રમમા બેટિંગ પણ કરી શકે છે. તો ભુવનેશ્વર કુમાર, લસિથ મલિંગા અને જસપ્રીત બૂમરાહના રૂપમાં 3 ખતરનાક ફાસ્ટ બોલર પણ છે.

રવિચંદ્રન અશ્વિનની ઓલ ટાઇમ IPL XI:

રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ, એબી ડી વિલિયર્સ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), સુનિલ નરીન, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, લસિથ મલિંગા અને જસપ્રીત બૂમરાહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp