અક્ષર પટેલ થયો વર્લ્ડ કપ 2023ની બહાર, તેની જગ્યાએ આ ખેલાડીને સ્થાન

PC: mykhel.com

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023થી બહાર થઈ ગયો છે. અક્ષર પટેલને એશિયા કપ 2023 દરમિયાન ઇજા થઈ હતી, જેથી તે અત્યાર સુધી સારો થઈ શક્યો નથી. એવામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવી પડી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ તેની પુષ્ટિ કરી દીધી છે કે અક્ષર પટેલ વર્લ્ડ કપ 2023 નહીં રમે. તેની જગ્યાએ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન ટીમનો હિસ્સો હશે.

ICCએ પોતાની વેબસાઇટ પર જાણકારી આપી છે કે ભારતને ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમમાં મોડેથી બદલાવ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતના એશિયા કપ સુપર-4 મેચ દરમિયાન ડાબા ક્વાડ્રિસેપ્સમાં ખેચાવ બાદ અક્ષર પટેલ વર્લ્ડ કપ માટે સમય પર સારા થવામાં નિષ્ફળ રહ્યો છે અને તેના પરિણામસ્વરૂપ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે, જે એશિયા કપની ફાઇનલ પણ રમી શક્યો નહોતો.

અક્ષર પટેલની જગ્યાએ અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ભારતીય ટીમની અભ્યાસ મેચ માટે ગુવાહાટી પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં જ સમાપ્ત થયેલી 3 મેચોની વન-ડે સીરિઝ માટે વન-ડે ટીમમાં વાપસી કરતા પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે બે મેચમાં 4 વિકેટ લીધી હતી. અક્ષર પટેલને પણ તેની ફિટનેસના આધાર પર અંતિમ વન-ડે મેચમાં માટે શરત સાથે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ફિટ ન થઈ શક્યો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં જ્યારે ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો, તો એ સમયે અશ્વિન ભારતીય ટીમનો હિસ્સો હતો. જો કે તેને માત્ર 2 મેચ રમવાનો અવસર મળ્યો હતો, પરંતુ તેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મહત્ત્વની ક્વાર્ટર ફાઇનલ મેચ પણ સામેલ છે. અશ્વિને એ મેચમાં 52 રન આપીને 2 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp