જાડેજાના પિતાએ કહ્યું- રવિન્દ્રના પૈસા સાથે રીવાબાને મતલબ છે, ક્રિકેટર ન...

PC: hindi.sportzwiki.com

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં ઈજાગ્રસ્ત છે અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCB)માં તેમાંથી સાજો થઈ રહ્યો છે. 35 વર્ષીય જાડેજાએ એક દિવસ પહેલા (ગુરુવારે) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ કર્યા. આ દરમિયાન, શુક્રવારે તે અચાનક ચર્ચામાં આવી ગયો, જ્યારે તેના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ તેના વિશે ઘણી ચોંકાવનારી વાતો કહી. જાડેજાના પિતાએ તો ત્યાં સુધી કહી દીધું કે, તેમને તેમના પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રીવાબા સાથે કોઈ સંબંધ નથી.

પિતાનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ જાડેજાએ X પર પોસ્ટ કરીને પોતાનું મૌન તોડ્યું હતું. પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યુનો જવાબ આપ્યો છે. જાડેજાએ ઈન્ટરવ્યુમાં કહેવામાં આવેલી વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, આ ઈન્ટરવ્યુ દ્વારા તેમની પત્ની રીવાબાની ઈમેજને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જાડેજાએ X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ કરી અને સમગ્ર ઈન્ટરવ્યુને નકારી કાઢ્યો. જાડેજાએ સ્ક્રિપ્ટેડ ઈન્ટરવ્યુમાં જે કહેવામાં આવ્યું હતું તેને અવગણવાનું કહ્યું.

જાડેજાએ ગુજરાતીમાં લખ્યું હતું કે, 'હમણાં એક દૈનિક સમાચારપત્રમાં પ્રકાશિત બકવાસ ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી દરેક વાત ખોટી અને અર્થહીન છે. માત્ર એક બાજુનો જ મુદ્દો બનાવવામાં આવ્યો છે, જેનું હું ખંડન કરું છું. મારી પત્નીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે અત્યંત નિંદનીય અને અભદ્ર છે. મારે પણ ઘણું કહેવું છે, જે હું જાહેરમાં ન કહું તો સારું છે, આભાર.'

રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1998ના રોજ થયો હતો. તેના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં રીવાબા સાથે થયા હતા. જાડેજા હાલમાં જ ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં તેને ઈજા થઈ હતી. હવે તેની ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં રમવાની આશા છે.

જાડેજાના પત્ની રીવાબા જાડેજા હાલમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તે 8 ડિસેમ્બર 2022ના રોજ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

આ પહેલા એક દૈનિક સમાચારપત્રના ઈન્ટરવ્યુમાં તેના પિતા અનિરુદ્ધ સિંહે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, હવે તેની (પુત્ર) સાથે કોઈ સંબંધ નથી. જો તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત, જ્યારે તેણે કહ્યું કે, જાડેજાની પત્ની રીવાબા જાડેજાને માત્ર પૈસાથી જ મતલબ છે.

પિતા અનિરુદ્ધે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રવિન્દ્ર અને તેની પત્ની રીવાબા સાથે તેનો કોઈ પ્રકારનો સંબંધ નથી. અનિરુદ્ધે એમ પણ કહ્યું કે, તેને આ એક જ પુત્ર છે અને તેથી તેનું દિલ બળીને રાખ થઈ જાય છે. તેણે લગ્ન ન કર્યા હોત તો વધારે સારું થાત, તે ક્રિકેટર ન બન્યો હોત તો સારું. જાડેજાના પિતાએ આ દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે તેમના પુત્ર જાડેજાને ક્રિકેટર બનાવવા માટે ચોકીદારની નોકરી કરી હતી. તેમની બહેન નયના બાએ પણ તેને ઘણો સાથ આપ્યો હતો.

અનિરુદ્ધે કહ્યું કે, અમે તેને બોલાવતા નથી, તેઓ અમને બોલાવતા નથી. તેના (રવીન્દ્ર) લગ્નના બે-ત્રણ મહિના પછી જ વિવાદો થવા લાગ્યા. તેને 20 હજાર રૂપિયા પેન્શન મળે છે. તેનાથી જ ઘરનો ખરચો ચાલે છે. તેણે એમ પણ કહ્યું કે, લગ્ન પછી પુત્રવધુ રિવાબા હોટલને પોતાના નામે ટ્રાન્સફર કરવા માગતી હતી, તે વાતને લઈને સંબંધો બગડી ગયા હતા.

રવિન્દ્રના પિતાએ જણાવ્યું હતું કે, તે 10 વર્ષથી વધુ સમયથી જામનગરમાં 2BHK ફ્લેટમાં એકલો રહે છે. તેમનો પુત્ર અલગ રહે છે. ખબર નહીં રીવાબાએ તેના પર શું જાદુ ચલાવ્યો છે. અનિરુદ્ધે કહ્યું કે, તેના પુત્ર રવિન્દ્રના જીવનમાં તેની સાસુની ખૂબ જ દખલ છે, તેથી જ તેણે પાંચ વર્ષથી તેની પૌત્રીનો ચહેરો જોયો નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

અનિરુદ્ધે કહ્યું કે, તેણે ચોકીદારી પણ કરી. રવિન્દ્રની બહેન નયના બાએ પણ ખૂબ મહેનત કરી. તેને માતાની જેમ ઉછેર્યો. હવે તેને નયના બા સાથે પણ કોઈ લેવાદેવા નથી.

રવિન્દ્ર જાડેજાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી: 69-ટેસ્ટ, 2893-રન, 280-વિકેટ. 197-ODI, 2756-રન, 220-વિકેટ. 66-T20I, 480-રન, 53-વિકેટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp