રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, 2023માં એમ કરનારો બન્યો દુનિયાનો એકમાત્ર ખેલાડી
વર્ષ 2023 ક્રિકેટ જગત માટે ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે ક્રિકેટના સૌથી મોટું ટૂર્નામેન્ટ વન-ડે વર્લ્ડ કપ રમાયો, જે ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કર્યો. તો ભારતીય ટીમે ત્રણેય જ ફોર્મેટમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો. વર્ષ 2023 ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા માટે પણ ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે રવીન્દ્ર જાડેજાએ એક એવું કારનામું કર્યું જે દુનિયાનો કોઈ ખેલાડી કરી શક્યો નથી.
રવીન્દ્ર જાડેજાએ ગયા વર્ષે 35 ઇન્ટરનેશનલ મેચ રમી જેમાં 30.65ની એવરેજથી 613 રન બનાવ્યા અને 66 વિકેટ પોતાના નામે કરી. તેની સાથે જ રવીન્દ્ર જાડેજા વર્ષ 2023માં એકમાત્ર એવો ખેલાડી રહ્યો, જેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 કરતા વધુ રન બનાવ્યા અને 50 કરતા વધુ વિકેટ પોતાના નામે કરી. રવીન્દ્ર જાડેજા સિવાય ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ પણ ગયા વર્ષે 500 કરતા વધુ રન બનાવ્યા હતા, પરંતુ તેઓ 50 વિકેટનો આંકડો સ્પર્શી શક્યા નહોતા.
રવીન્દ્ર જાડેજા વર્ષ 2023માં સૌથી વધુ ઇન્ટરનેશનલ વિકેટ લેનારો બોલર પણ છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 66 વિકેટ લીધી. કુલદીપ યાદવ 63 વિકેટ સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પણ ગયા વર્ષે 63 વિકેટ લીધી હતી અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના નામે 62 વિકેટ રહી. તો રવીન્દ્ર જાડેજાને આ જ પરફોર્મન્સના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ પસંદ કરેલી વર્ષ 2023ની બેસ્ટ ટેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપી છે. તેની સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને પણ જગ્યા આપી છે.
રવીન્દ્ર જાડેજા આ સમયે ભારતીય ટીમ સાથે દક્ષિણ આફ્રિકના પ્રવાસ પર છે, પરંતુ ટેસ્ટ સીરિઝ અગાઉ પીઠના ઉપરના હિસ્સામાં જકડાશના કારણે રમી શક્યો નહોતો. જો કે, હવે તે પહેલાથી સારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં તેને બીજી ટેસ્ટ મેચમાં રમવાનો અવસર મળી શકે છે. પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ટીમને પહેલી મેચમાં એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝમાં 1-0 થી પાછળ છે અને હવે 3 જાન્યુઆરીથી શરૂ થતી બીજી સીરિઝ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. મેચ જીતશે તો પણ ટીમ સીરિઝ તો નહીં જીતી શકે પરંતુ 1-1થી બરાબરી કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp