અમેરિકામાં દ્રવિડે જાડેજાને કેમ સોંપી સ્પેશિયલ કેપ?

PC: twitter.com

ભારતીય ટીમ આગામી T20 વર્લ્ડ કપમાં હિસ્સો લેવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી વોર્મઅપ મેચ અગાઉ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. આ દરમિયાન બુધવારે રવીન્દ્ર જાડેજા અને રાહુલ દ્રવિડની એક તસવીર સામે આવી છે, જેમાં ટીમના હેડ કોચ એક કેપ સાથે નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું નામ ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં પસંદ કરાયું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પસંદ કરાયેલી ટીમમાં અશ્વિન સિવાય રવીન્દ્ર જાડેજા બીજો ભારતીય હતો.

રવીન્દ્ર જાડેજાએ બુધવાર (29 મેના રોજ) પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી કેપ સાથે ઘણી તસવીરો શેર કરી છે. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ, રવીન્દ્ર જાડેજાને પ્રતિષ્ઠિત કેપ સોંપતા નજરે પડી રહ્યા છે. રવીન્દ્ર જાડેજાએ પોસ્ટ શેર કરતા લખ્યું કે, સ્પેશિયલ વ્યક્તિ પાસેથી સ્પેશિયલ ટોપી.’ રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને ગયા વર્ષે લાલ બૉલવાળી ક્રિકેટમાં તેમના શાનદાર પ્રદર્શન માટે પેટ કમિન્સની આગેવાનીવાળી ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2023માં સામેલ કરવામાં આવ્યા હતા. ટીમમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 5 ખેલાડી હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

પેટ કમિન્સ સિવાય ઓપનર ઉસ્માન ખ્વાજા, પેસર મિચેલ સ્ટાર્ક, બેટ્સમેન ટ્રેવીસ હેડ અને એલેક્સ કેરીને પસંદ કરવામાં આવ્યા હતા. પેટ કમિન્સને ICCની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હરાવી હતી. ટેસ્ટ ટીમમાં ઇંગ્લેન્ડના 2 જ્યારે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના 1-1 ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.

ઈંગ્લેન્ડ તરફથી જો રુટ અને સ્ટુઅર્ટ બ્રોડ છે. શ્રીલંકન બેટ્સમેન દીમુથ કરુણારત્ને ઓપનર તરીકે સિલેક્ટ થયો છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન કેન વિલિયમસ્ન પસંદ થયો છે. કરુણારત્નેના બેટથી ગયા વર્ષે 608 રન નીકળ્યા હતા અને વિલિયમ્સને 695 રન બનાવ્યા હતા.

ICC પુરુષ ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2023:

ઉસ્માન ખ્વાજા, દીમુથ કરુણારત્ને, કેન વિલિયમસ્ન, જો રુટ, ટ્રેવીસ હેડ, રવીન્દ્ર જાડેજા, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન) આર અશ્વિન, મિચેલ સ્ટાર્ક, સ્ટુઅર્ટ બ્રોડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp