સ્ટીવ સ્મિથ વિરુદ્ધ તમે એટલા સફળ કેમ છો? જાડેજાએ પત્રકારને આપ્યો મજેદાર જવાબ

PC: twitter.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે વર્લ્ડ કપ મેચ બાદ રવીન્દ્ર જાડેજાએ ભારત તરફથી પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેનો મજાકિયો અંદાજ જોવા મળ્યો. જ્યારે એક પત્રકારે પૂછ્યું કે, સ્ટીવ સ્મિથ વિરુદ્ધ તે એટલો સફળ કેમ છે? આ સવાલનો જવાબ આપતા રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, હું એ બાબતે નહીં કહું કેમ કે તેને અંગ્રેજીમાં છાપી દેવામાં આવશે અને સ્મિથને ખબર પડી જશે.

સ્ટીવ સ્મિથ વિરુદ્ધ રવીન્દ્ર જાડેજાનો રેકોર્ડ ખૂબ શાનદાર છે. તે અત્યાર સુધી બધા ફોર્મેટમાં કુલ મળીને સ્ટીમ સ્મિથને 9 વખત આઉટ કરી ચૂક્યો છે. તેનાથી ખબર પડે છે કે તેણે સ્ટીવ સ્મિથને કેટલો પરેશાન કર્યો છે. ચેન્નાઈમાં રમાયેલી આ મેચમાં પણ રવીન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને બોલ્ડ કરીને પોવેલિયન મોકલી દીધો હતો. સ્ટીવ સ્મિથ 46 રન પર રમી રહ્યો હતો અને ખૂબ સારા લયમાં હતો, પરંતુ એક શાનદાર બૉલ પર રવીન્દ્ર જાડેજાએ તેને બોલ્ડ કરી દીધો. મેચ બાદ જ્યારે રવીન્દ્ર જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યો તો તેણે પૂછવામાં આવ્યું કે સ્ટીવ સ્મિથ વિરુદ્ધ તે આટલો સફળ કેમ છે? આ સવાલ પર રવીન્દ્ર જાડેજાએ મજાકીયા અંદાજમાં કહ્યું કે, નહીં, હું તમને નહીં કહું. તમે તેને અંગ્રેજીમાં છાપી દેશો અને સમજી જશે. હું આ બાબતે જરાય નહીં કહું.’

જો મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 49.3 ઓવરમાં 199 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટીવ સ્મિથે (46) બનાવ્યા, જ્યારે ડેવિડ વોર્નરે 41, મિચેલ સ્ટાર્કે 28, જ્યારે માર્નસ લાબૂસેને 27 રનની ઇનિંગ રમી. ઓસ્ટ્રેલિયા તરફથી બે ખેલાડી તો પોતાનું ખાતું પણ ન ખોલાવી શક્યા, જ્યારે 6 ખેલાડીઓએ સિંગલ ડિજિટમાં રન બનાવ્યા. ભારત તરફથી બોલિંગ કરતા સૌથી વધુ 3 વિકેટ રવીન્દ્ર જાડેજાએ લીધી, જ્યારે જસપ્રીત બૂમરાહ અને કુલદીપ યાદવને 2-2 અને મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.

200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ખૂબ જ ખરાબ શરૂઆત મળી. 2 રનના સ્કોર પર ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા ઇશાન કિશન, પછી કેપ્ટન રોહિત શર્મા અને પછી શ્રેયસ ઐય્યર ત્રણેય શૂન્ય પર આઉટ થઈ ગયા. ત્યારબાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે બાજી સંભાળી અને ટીમને લક્ષ્ય તરફ આગળ લઈ ગયા. બંનેએ 165 રનની પાર્ટનરશિપ કરી. ભારત તરફથી સૌથી વધુ રન કેએલ રાહુલ (97*) બનાવ્યા, જેને આ મેચામાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો, તો વિરાટ કોહલીએ 85 રન બનાવ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp