ધોની મેદાનમાં જવાનો હતો, ત્યારે જ જાડેજાએ કર્યું એવું કે આખી દુનિયા દંગ રહી ગઈ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની વધુ એક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ જીત હાંસલ કરી લીધી છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 7 વિકેટે હરાવી દીધી. આ જીત એટલે પણ ખાસ હતી કેમ કે મેચમાં ક્યારેય કોલકાતા નાઈટ રાઈડર્સ નહોતી. મેચના પહેલા બૉલથી જ ચેન્નાઈ સુપર કિંગ્સે જે પકડ બનાવી, એ ક્યારેય છૂટી જ નહીં અને અંતે ચેન્નાઈ સુપર કિંગ્સે વધુ એક મેચ પોતાના નામે કરી લીધી. આ દરમિયાન જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ફિલ્ડિંગ ચાલી રહી હતી, ત્યારે રવીન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી, પરંતુ જ્યારે ચેન્નાઈની બેટિંગ શરૂ થઈ તો જાડેજાએ કંઈક એવું કર્યું કે આખી દુનિયા દંગ રહી ગઈ.

જો કે, આ બધુ રવીન્દ્ર જાડેજાએ મજાકમાં કર્યું હતું અને પબ્લિક પણ ખુશીથી ઝૂમી ઉઠી હતી. મેચમાં પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 137 રન જ બનાવ્યા હતા એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીત માટે માત્ર 138 રનનો જ ટારગેટ હતો, જે પહેલાથી ખૂબ સરળ નજરે પડી રહ્યો હતો. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર બેટ્સમેન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રચીન રવીન્દ્રએ ઠીકઠાક શરૂઆત કરી. રચીન રવીન્દ્રના રૂપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો લાગ્યો, ત્યારે ટીમનો સ્કોર 27 રન થઈ ચૂક્યો હતો.

ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ડેરીલ મિચેલ સાથે સારી પાર્ટનરશિપ કરી. ડેરિલ મિચેલે 19 બૉલમાં 25 રન બનાવીને આઉટ થઈ ગયો. જ્યારે ટીમનો સ્કોર 97 રન હતો. નંબર 4 પર આવેલા શિવમ દુબેએ પણ સારા શોટ્સ માર્યા અને પોતાની ટીમને જીતના દરવાજા પર પહોંચાડી દીધી. શિવમ દુબેએ 18 બૉલમાં 28 રન બનાવ્યા. જ્યારે ટીમનો સ્કોર 135 રન હતો એટલે કે જીતની એકદમ નજીક ઊભી હતી, ત્યારે જ શિવમ દુબે આઉટ થઈ ગયો. ત્યારબાદ બધાને આશા હતી કે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ માટે આવશે.

જ્યારે ધોનીના આવવાનો સમય થયો ત્યારે અચાનક બધા લોકો ચોંકી ગયા કેમ કે પેડ પહેરીને તૈયાર બેઠો જાડેજા બહાર તરફ આવ્યો. એમ લાગ્યું કે ધોની નહીં આવે અને જાડેજા બેટિંગ કરશે, પરંતુ હજુ જાડેજા બે ડગલાં જ આગળ જઇ શક્યો હતો કે તેણે પોતાના પગલાં પાછળ ખેચી લીધા. ત્યારબાદ ધોની બેટિંગ માટે ઉતર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રવીન્દ્ર જાડેજાએ આ બધુ મજાકમાં કર્યું, તેને પણ ખબર હતી કે બેટિંગ માટે ધોનીએ જવાનું છે.

ધોનીએ આ દરમિયાન માત્ર 3 બૉલનો સામનો કર્યો અને 1 રન બનાવીને નોટઆઉટ રહ્યો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, જે પહેલા જ પોતાની અડધી સદી બનાવી ચૂક્યો હતો. તેણે વિનિંગ સ્ટ્રોકલ માર્યો અને પોતાની ટીમને જીત અપાવી દીધી. ચેન્નાઈએ પોતાની પહેલી 2 મેચ જીતી હતી, પરંતુ ત્યારબાદની 2 મેચ હારી ગઈ. ચેન્નાઈએ અત્યાર સુધી કુલ 5 મેચ રમી છે અને આ દરમિયાન તેને 3 જીત અને 2 હાર મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp