દિલીપસિંહ રાણાએ પોતાનું નામ ‘ ધ ગ્રેટ ખલી’ કેમ રાખ્યું?

PC: twitter.com

ધ ગ્રેટ ખલી એક એવું નામ બની ગયું છે જેને દેશમાં લગભગ બધાં જ જાણે છે. પોતાના મહાકાય શરીરને લીધે અને WWE માં અંડરટેકર જેવા મહારથીને મિનિટોની અંદર ધૂળ ચાટતો કરી દેનાર ખલી રાતોરાત દેશની નજરમાં આવી ગયો હતો. ખલીએ WWEમાં રહીને દિગ્ગજ રેસલરોને ટક્કર આપીને દેશનું નામ રોશન કર્યું છે.

27 ઓગસ્ટ,1972માં જન્મેલા દિલીપસિંહ રાણાએ રેસલિંગમાં આવ્યા પહેલા પંજાબ પોલીસમાં નોકરી કરી હતી. આપણે સામાન્ય રીતે તેમને ધ ગ્રેટ ખલીના નામે ઓળખીએ છીએ, પણ શું તમે જાણો છો કે દિલીપસિંહ રાણાનું નામ ખલી કેમ પડ્યું ?

દિલીપસિંહ રાણાને હિન્દુ ધર્મ પ્રત્યે ઘણી આસ્થા છે. દિલીપ કાલી માનો મોટો ભક્ત છે. કાલી મા સાથેના તેમની આસ્થાને લીધે જ તેમને પોતાનું નામ ખલી રાખવાનું નક્કી કર્યું હતું. ખલી પોતે આશુતોષ મહારાજના ભક્ત હતા. ગ્રેટ ખલી ધુમ્રપાન અને દારૂથી દૂર રહે છે. તેઓ શાકાહારી છે પરંતુ માંસાહાર ખાવામાં ક્યાંય પાછળ નથી પડતા.

46 વર્ષીય ખલીનો મહત્તમ સમય હવે અમેરિકાના ટેક્સાસમાં જ વીતે છે કારણ કે તે હવે અમેરિકન નાગરિક છે. 2012માં અમેરિકાએ ખલીને નાગરિકતા આપી દીધી હતી.

વર્ષ 2000માં ખલીએ જાયન્ટસિંહના નામે રેસલિંગ કેરીયરની શરૂઆત રપી હતી. WWEમાં આવતા પહેલા ખલીએ ઘણાં રેસલિંગ પ્રમોશન કર્યા હતા. તેમની પહેલી ફાઇડ અંડરટેકર સાથે થઇ હતી. 2007માં બેટલ રોયલ જીતીને ખલી WWE હેવીવેઇટ જીતનાર પહેલા ભારતીય બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp