T20 વર્લ્ડ કપની પ્રથમ મેચની રેકોર્ડની ભરમાર,USના ક્રિકેટરે કરી ક્રિસ ગેલની બરાબર

PC: x.com/ICC

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત એકદમ ધમાકેદાર રહી હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચ USA અને કેનેડા વચ્ચે રમાઈ હતી, જેમાં યજમાન ટીમનો સાત વિકેટે વિજય થયો હતો. 2 જૂન (રવિવારે), ડલાસમાં ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમ મેચમાં, USAને જીતવા માટે 195 રનનો લક્ષ્યાંક હતો, જે તેણે 17.4 ઓવરમાં ત્રણ વિકેટે 197 રન બનાવીને હાંસલ કરી લીધો હતો.

અમેરિકન ટીમની જીતનો હીરો એરોન જોન્સ હતો, જેણે પોતાની તોફાની બેટિંગથી કેનેડાને સ્તબ્ધ કરી દીધું હતું. જોન્સે માત્ર 40 બોલમાં અણનમ 94 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. જોન્સ અને એન્ડ્રીસ ગૌસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી થઈ હતી. T20 ક્રિકેટમાં અમેરિકા માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. ગૌસે 46 બોલમાં 7 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા.

એરોન જોન્સ T20 વર્લ્ડ કપની મેચમાં 10 કે તેથી વધુ સિક્સર મારનાર બીજો બેટ્સમેન છે. જોન્સ પહેલા, ફક્ત કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેલ જ આ કરી શક્યા હતા. અમેરિકાએ T20 ઇન્ટરનેશનલમાં પ્રથમ વખત 190થી વધુ રનના લક્ષ્યનો પીછો કર્યો છે. જો જોવામાં આવે તો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ત્રીજો સૌથી સફળ રન ચેઝ હતો. USAએ પ્રથમ 8 ઓવરમાં બે વિકેટે 48 રન બનાવ્યા હતા, પરંતુ અંતિમ 149 રન માત્ર 9.4 ઓવરમાં જ બનાવી લીધા હતા.

T20 વર્લ્ડ કપમાં રનનો સફળ પીછો: 230 ઈંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા વાનખેડે 2016, 206 દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ જોબર્ગ 2007, 195 USA વિ કેનેડા ડલ્લાસ 2024*, 193 વેસ્ટ ઈન્ડિઝ વિ ભારત વાનખેડે 2016, 192 ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન ગ્રોસ આઇલેટ 2010

T20 ઇન્ટરનેશનલમાં USAનો સૌથી વધુ રનનો પીછો: 195 વિ કેનેડા ડલ્લાસ 2024*, 169 વિ કેનેડા હ્યુસ્ટન 2024, 155 વિ જર્સી બુલાવાયો 2022, 154 વિ બાંગ્લાદેશ હ્યુસ્ટન 2024

T20 ઇન્ટરનેશનલમાં USA માટે શ્રેષ્ઠ ભાગીદારી: 131 એન્ડ્રીસ ગૌસ-એરોન જોન્સ વિ કેનેડા ડલ્લાસ 2024, 110 S. મોદાણી-ગજાનંદ સિંહ વિ આયર્લેન્ડ લોડરહિલ 2021, 104 મોનાંક પટેલ-સ્ટીવન ટેલર વિ કેનેડા હ્યુસ્ટન 2024, 104 નીતિશ કુમાર-કોરી એન્ડરસન વિ કેન હ્યુસ્ટન 2024

T20 વર્લ્ડ કપ મેચમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા: 11 ક્રિસ ગેલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ વાનખેડે 2016, 10 ક્રિસ ગેલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા જોહાનિસબર્ગ 2007, 10 એરોન જોન્સ વિરુદ્ધ કેનેડા ડલ્લાસ 2024*, 8 રિલે રોસો વિરુદ્ધ બાંગ્લાદેશ સિડની 2022

T20 વર્લ્ડ કપમાં એક ઓવરમાં સૌથી મોંઘી બોલિંગ: 36 સ્ટુઅર્ટ બ્રોડ વિ. ભારત ડરબન 2007, 33 જેરેમી ગોર્ડન વિ USA ડલ્લાસ 2024*, 32 ઈઝાતુલ્લા દૌલતઝાઈ વિરુદ્ધ ઈંગ્લેન્ડ કોલંબો 2012, 30 બિલાવલ ભટ્ટી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મીરપુર 2014

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેનેડાની ટીમે પાંચ વિકેટે 194 રન બનાવ્યા હતા. ઓપનર નવનીત ધાલીવાલે 44 બોલમાં 61 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે નિકોલસ કિર્ટને 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. શ્રેયસ મોવાએ પણ અણનમ 32 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. USA તરફથી અલી ખાન, હરમીત સિંહ અને કોરી એન્ડરસને 1-1 વિકેટ લીધી હતી.

કેનેડાની પ્લેઈંગ ઈલેવન: એરોન જોન્સન, નવનીત ધાલીવાલ, પરગટ સિંહ, નિકોલસ કિર્ટન, શ્રેયસ મોવા (વિકેટ-કીપર), દિલપ્રીત સિંહ, સાદ બિન ઝફર (કેપ્ટન), નિખિલ દત્તા, ડિલન હેલિગર, કલીમ સના, જેરેમી ગોર્ડન.

યુનાઈટેડ સ્ટેટ્સ પ્લેઈંગ ઈલેવન: સ્ટીવન ટેલર, મોનંક પટેલ (વિકેટમાં/કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, એરોન જોન્સ, નીતિશ કુમાર, કોરી એન્ડરસન, હરમીત સિંહ, શેડલી વાન શલ્કવિક, જસદીપ સિંહ, અલી ખાન, સૌરભ નેત્રવલકર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp