‘હાથમાંથી બેટ છૂટી અને બૉલ..’, અજીબ ઢંગે આઉટ થયો આ ક્રિકેટર, જુઓ વીડિયો

PC: cricket.one

ક્રિકેટમાં તમે અજીબ ઢંગે આઉટ થવાની તમામ ઘટના જોઈ હશે, પરંતુ અત્યારે જે વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક હેરાન રહી જશે. આઉટ થવાની આ અજીબ રીત કાઉન્ટી ચેમ્પિયનશીપ 2024ની એક મેચ દરમિયાન જોવા મળી. આ મેચ ડર્બીશાયર અને નોર્થેમ્પટનશાયર વચ્ચે રમાઈ. આઉટ થનારો બેટ્સમેન હતો રિકોર્ડો વેસ્કોનસેલોસ અને તેની વિકેટ લીધી ડર્બીશાયરના કેપ્ટન ડેવિડ લોયડે. આ ઘટના 4 દિવસીય મેચના ત્રીજા દિવસ (19 મેના રોજ)એ બની હતી.

નોર્થેમ્પટનશાયરનો બેટ્સમેન રિકોર્ડો વેસ્કોનસેલોસ 65 બૉલ પર 41 રન બનાવીને રમી રહ્યો હતો. તેની સામે બોલિંગ કરી રહ્યો હતો ડર્બીશાયરનો કેપ્ટન ડેવિડ લોયડ. લોયડ આરાઉન્ડ ધ વિકેટ ઓફ સ્પિન બોલિંગ કરી રહ્યો હતો. તેને બૉલ ફેક્યો અને બેટ્સમેન રિકોર્ડો વેસ્કોનસેલોસ ક્લીન બોલ્ડ થઈ ગયો. મજેદાર વાત એ રહી કે રિકોર્ડો વેસ્કોનસેલોસની બેટ પણ હાથમાંથી છૂટી ગઈ અને સ્ક્વેર લેગ તરફ જતી રહી.

પોવેલિયન તરફ જતી વખત રિકોર્ડો વેસ્કોનસેલોસને પોતે આઉટ થવા પર વિશ્વાસ થઈ રહ્યો નહોતો. તે સતત માથું હલાવતો જઇ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રિકોર્ડો આઉટ થયા બાદ તેની ટીમનો સ્કોર 22.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 90 રન થઈ ચૂક્યો હતો. બીજી ઇનિંગમાં નોર્થેમ્પટનશાયર સ્ટમ્પ્સના સમય સુધી 255 રનોની લીડ હાંસલ કરી ચૂકી હતી.

આ અગાઉ પહેલી ઇનિંગમાં રોબ કેઓધની 220 બૉલમાં 102 રનોની ઇનિંગની મદદથી તેમણે 422 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેન સેન્ડરસનની 76 રન આપીને 5 વિકેટ લેનારી ઘાતક બોલિંગની મદદથી ડર્બીશાયર 362 રન પર સમેટાઇ ગઈ. હાલમાં ડર્બીશાયર બેટિંગ કરી રહી છે અને અત્યાર સુધી તેણે 2 વિકેટ ગુમાવીને 85 રન બનાવ્યા હતા. તેને જીત માટે 286 રનોની જરૂરિયાત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp