રિકી પોન્ટિંગના મતે T20 વર્લ્ડ કપમાં આ ભારતીય બોલર લઇ શકે છે સૌથી વધુ વિકેટ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આગામી T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત અગાઉ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું માનવું છે કે જસપ્રીત બૂમરાહ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતે પહેલા નંબર પર હશે. રિકી પોન્ટિંગનું માનવું છે કે, IPLની શાનદાર સીઝને જસપ્રીત બૂમરાહને ICCની આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો દાવેદાર બતાવ્યો છે. ઇજાથી કમબેક કર્યા બાદ જસપ્રીત બૂમરાહ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર રહ્યો છે.
તેણે આત્મવિશ્વાસ સાથે બોલિંગ આક્રમણનું નેતૃત્વ કર્યું છે. 30 વર્ષીય જસપ્રીત બૂમરાહ IPL 2024માં સૌથી વધુ વિકેટ લેવાની બાબતે ત્રીજા નંબર પર છે. તેણે 13 ઇનિંગમાં 16.80ની એવરેજથી 20 વિકેટ લીધી છે. તેની 6.48ની ઈકોનોમી રેટ પણ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠમાંથી એક હતી. ICC રિવ્યૂના એક એપિસોડમાં બોલતા રિકી પોન્ટિંગે જસપ્રીત બૂમરાહની નિરંતરતાના વખાણ કર્યા અને જણાવ્યું કે, આ ફાસ્ટ બોલર મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેટલું સારું પ્રદર્શન કરે છે.
તેમણે કહ્યું કે, આ ટૂર્નામેંટમાં મારા હિસાબે સૌથી વધુ વિકેટ લેનારો બોલર જસપ્રીત બુમારહ હશે. મને લાગે છે કે તે ઘણા વર્ષોથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે અત્યારે અત્યારે IPLમાં શાનદાર પ્રદર્શન કરીને આવ્યો છે. તે નવા બૉલથી શું કમાલ કરી શકે છે. બધા સારી રીતે જાણે છે કે તે નવા બૉલને સ્વિંગ કરે છે, તેની સીમ સારી છે. તેની સાથે રિકી પોન્ટિંગે IPLની 17મી સીઝનમાં બૂમરાહની ઇકોનોમી પર વાત કરતા કહ્યું કે, IPLના અંતમાં તેની ઈકોનોમી રેટ 7 રન પ્રતિ ઓવરથી પણ ઓછી હતી.
તે વિકેટ લે છે. તે ઘણી બધી મુશ્કેલ ઓવર પણ ફેંકે છે. જ્યારે તમે T20 ક્રિકેટમાં કઠિન ઓવર ફેકો છો, તો તમને આ દરમિયાન ઘણી બધી વિકેટ લેવાનો અવસર મળે છે. એટલે હું તેનું નામ લઈ રહ્યો છું. જસપ્રીત બૂમરાહ વર્ષ 2016મા પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ રમ્યો હતો. જસપ્રીત બૂમરાહે અત્યાર સુધી 10 મેચોમાં 11 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઈકોનોમી રેટ 6.41ની રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp