પોન્ટિંગે એવું કેમ કહ્યું- કોહલીએ સચિનના રેકોર્ડની બરાબરી કરવાની જરૂર નહોતી
વિરાટ કોહલીએ સાઉથી આફ્રિકા સામે જોરદાર સદી લગાવીને વનડે કરિયરની 49મી સદી પૂરી કરી લીધી. આવું કરીને કોહલીએ સચિનની સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હવે ફેન્સને એવી આશા છે કે એવો દિવસ પણ આવશે કે કોહલી સચિનનો આ રેકોર્ડ તોડી દેશે. તો કોહલીની 49મી સદી પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલીને લઇ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે.
રિકી પોન્ટિંગે ICC સાથે વાત કરતા સીધી રીતે કહ્યું કે, કોહલીને સર્વકાલિક સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માની લેવો જોઇએ. 49મી સદી ફટકારવી કોહલી માટે પ્રેશરની વાત હતી. પણ તેણે આવી કમાલ કરી દેખાડી. હવે કોહલી ફ્રી થઇને રમશે અને પહેલા કરતા વધારે ખતરનાક થઇ જશે.
પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કોહલીને લઇ આગળ કહ્યું કે, મને લાગે છે કે તે સચિનના રેકોર્ડની બરાબરી કરવા માટે વધારે કોશિશ કરી રહ્યો હતો. હવે તે થઇ ગયું છે અને આ ટૂર્નામેન્ટ ખરેખર તેના માટે સારા સમયે થઇ છે. વધુ એક મેચ બાકી છે અને તેઓ સેમીફાઈનલમાં પહોંચી જશે. આ વિરાટ માટે એક શ્રેષ્ઠ દિવસ હતો અને ભારત માટે એક મહાન દિવસ હતો.
પોન્ટિંગનું માનવું છે કે, કોહલીએ અમુક સમયથી આ જવાબદારી સંભાળી રાખી છે અને તેને સર્વકાલિક સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માની લેવો જોઇએ. એમાં કોઇ શંકા નથી કે તે સૌથી શ્રેષ્ઠ છે અને હું આ લાંબા સમયથી કહી પણ રહ્યો છું. કોહલીએ સચિનના રેકોર્ડની બરાબરી કરવાની જરૂર નહોતી, તેને તેનો રેકોર્ડ તોડવાની પણ જરૂર નથી. જો તમે તેની બેટિંગનો રેકોર્ડ જુઓ તો તે અવિશ્વસનીય છે. તમે જુઓ કોહલીએ 49 વન-ડે સદી બનાવી, સચિનની બરાબરી કરવામાં તેને તેંદુલકરથી 175 ઈનિંગ ઓછી લાગી. આ કમાલનું છે.
જણાવીએ કે, સચિને પોતાના વનડે કરિયરમાં 463 મેચ રમી અને આ દરમિયાન કુલ 49 સદી ફટકારી છે. વિરાટે 289 મેચમાં 49મી વનડે સદી લગાવીને ધમાકો કર્યો છે. કોહલીના નામે આંતરરાષ્ટ્રીય સદીમાં કુલ 79 સદી છે. હવે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 12 નવેમ્બરના રોજ નેધરલેન્ડ્સ સાથે મેચ રમશે. ત્યાર પછી 15 નવેમ્બરે વર્લ્ડ કપની પહેલી સેમીફાઇનલ મેચ રમાશે. તો 16 નવેમ્બરના રોજ બીજી સેમીફાઇનલ મેચ રમાશે. વર્લ્ડ કપ ફાઇનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp