રિકી પોન્ટિંગે ભારતીય ટીમના મુખ્ય કોચ બનવાની ઓફર નકારી કાઢી, જાણો કેમ?

PC: cricketcountry.com

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો છે કે, ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ ઓફર ફગાવી દીધી હતી. પોન્ટિંગે કહ્યું કે, આ અત્યારે તેની 'લાઈફસ્ટાઈલ'માં ફિટ નથી બેસતી. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે તાજેતરમાં 7 સિઝન પૂર્ણ કરનાર પોન્ટિંગ અગાઉ ઓસ્ટ્રેલિયાના વચગાળાના T20 કોચ રહી ચૂક્યા છે. તેણે એ નથી કહ્યું કે, BCCI તરફથી ભારતીય કોચ પદ માટે કોઈ સૂચન આવ્યું છે કે નહીં.

રિકી પોન્ટિંગે ICCને કહ્યું, 'IPL દરમિયાન મને આ પદમાં રસ છે કે નહીં તે જાણવા માટે કેટલીક સામ-સામે વાતચીત થઈ હતી. મને રાષ્ટ્રીય ટીમનો સિનિયર કોચ બનવું ગમશે. મારી પાસે મારા જીવનમાં અન્ય વસ્તુઓ છે અને હું ઘરે થોડો સમય પસાર કરવા માંગુ છું. દરેક વ્યક્તિ જાણે છે કે, જો તમે ભારતીય ટીમ સાથે કામ કરો છો તો તમે IPL ટીમ સાથે નહીં જોડાઈ શકો. તેમજ રાષ્ટ્રીય મુખ્ય કોચ બનવું એ વર્ષમાં 10 કે 11 મહિનાની નોકરી છે, અને હું તેને જેટલું કરવા માંગું છું, તે મારી અત્યારની જીવનશૈલી અને મને ખરેખર જે કરવું ગમે છે તેમાં તે બંધબેસતું નથી.'

પોન્ટિંગે કહ્યું કે, તેણે તેના પુત્ર સાથે પ્રસ્તાવ અંગે ચર્ચા કરી અને તે ભારત આવવા માટે તૈયાર જણાતો હતો. તેણે કહ્યું, 'મારા પરિવાર અને મારા બાળકોએ છેલ્લા પાંચ અઠવાડિયા મારી સાથે IPLમાં વિતાવ્યા છે અને તેઓ દર વર્ષે અહીં આવે છે અને મેં મારા પુત્રને તેના વિશે જણાવ્યું હતું. મેં કહ્યું, 'પાપાને ભારતીય કોચની નોકરીની ઓફર કરવામાં આવી છે' અને તેણે કહ્યું, 'બસ સ્વીકારો પાપા, અમને આગામી થોડા વર્ષો સુધી ત્યાં જવાનું ગમશે. તેમને ત્યાં રહેવું અને ભારતમાં ક્રિકેટની સંસ્કૃતિ કેટલી પસંદ છે. અત્યારે તે કદાચ મારી જીવનશૈલીમાં સંપૂર્ણપણે બંધબેસતું નથી.'

ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ, લખનઉ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને કોલકાતા નાઈટ રાઈડર્સના માર્ગદર્શક ગૌતમ ગંભીર જેવા કેટલાક અન્ય હાઈપ્રોફાઈલ નામો પણ સંભવિત ઉમેદવારો તરીકે જોવામાં આવી રહ્યા છે. આવતા મહિને ભારતના T20 વર્લ્ડ કપ અભિયાન પછી રાહુલ દ્રવિડ મુખ્ય કોચ પદ છોડી દેશે. BCCIએ અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 મે નક્કી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp