શું શુભમન ગિલ 10 વર્ષ મોટી રિદ્ધિમા પંડિત સાથે કરશે લગ્ન? એક્ટ્રેસે કર્યો ખુલાસો

PC: facebook.com/RidhimaSPandit

ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત અને ક્રિકેટર શુભમન ગિલને લઈને લગ્નની ચર્ચા ચાલી રહી છે. એવા સમાચાર છે કે રિદ્ધિમા પંડિત પોતાનાથી 10 વર્ષ નાના શુભમન ગિલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન ડિસેમ્બરમાં થશે. આ સમાચારમાં કેટલું સત્ય છે, એ હવે ક્લિયર થઈ ગયું છે. રિદ્ધિમા પંડિતે આ સમાચારોનું ખંડન કર્યું છે.  તેણે કહ્યું કે, તેમાં કોઈ પણ સત્ય નથી. તે શુભમન ગિલ સાથે લગ્ન કરી રહી નથી. હાલમાં જ એક રિપોર્ટ ઓનલાઇન વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘બહુ હમારી રજનીકાંત’ની એક્ટ્રેસ ડિસેમ્બર 2024માં શુભમન ગિલ સાથે લગ્ન કરશે.

ટેલી ચેકરના રિપોર્ટ મુજબ, રિદ્ધિમા પંડિતે હાલમાં જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે કહ્યું કે, ‘હું પત્રકારોના ઘણા કોલથી જાગી ચૂકી છું, જે મારા લગ્ન બાબતે પૂછી રહ્યા હતા, પરંતુ શું લગ્ન? હું લગ્ન કરી રહી નથી અને જો મારી લાઈફમાં એવું કંઇ થાય છે તો હું પોતે આવીને તેની બાબતે અનાઉન્સ કરીશ. આ સમાચારમાં કોઈ સત્ય નથી.’ રિદ્ધિમા પંડિતને ‘બહુ હમારી રજનીકાંત’થી ખૂબ પોપ્યુલારિટી મળી હતી. આ શૉથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેમાં તેણે એક રોબોટનો રોલ ભજવ્યો હતો. 

 
 
 
View this post on Instagram

A post shared by Ridhima Pandit (@ridhimapandit)

રિદ્ધિમા પંડિત ‘ખતરા ખતરા ખતરા’ જેવા ટી.વી. શૉ માટે પણ જાણીતી છે. તે બિગ બોસ OTTની પહેલી સીઝનમાં પણ નજરે પડી હતી. હાલમાં જ એક ટીવી શૉ સાથેના ઇન્ટરવ્યૂમાં રિદ્ધિમા પંડિતે દાવાઓ કર્યો હતો કે, ટી.વી. સેટ પર કોઈ પણ દુર્વ્યવહાર બાબતે વાત કરતું નથી. તેણે કોઈનું નામ તો લીધું નહોતું, પરંતુ એક ઘટનાને યાદ કરી, જ્યારે તેના શૉના એક એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસરે તેને હૉસ્પિટલમાં બીમાર તેની માતાને મળવા દીધી નહોતી.

શુભમન ગિલની વાત કરીએ તો તેનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંદુલકર અને ઘણી વખત સારા અલી ખાન સાથે પણ જોડવામાં આવે છે. શુભમન ગિલ ઘણી વખત સારા અલી સાથે સ્પોટ પણ થયો છે. જો કે, આ બધા દાવાઓમાં કેટલું સત્ય છે અત્યાર સુધી કોઈ પણ વાતનો ખૂલસો થઈ શક્યો નથી. તો રિદ્ધિમા પંડિતની વાત કરીએ તો તે ટી.વી.ના પ્રખ્યાત શૉ ‘નગીન’થી વાપસી માટે તૈયાર છે. તે આ વખત નાગીનની સાતમી સીઝન છે. રિદ્ધિમા પંડિતનો નાગિનમાં રોલ શ્રીદેવીની ફિલ્મ નગીનાથી પ્રેરિત બતાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp