રિંકુને WCની ટીમમાં સ્થાન ન મળતા આ પૂર્વ ક્રિકેટર ગરમ, કહ્યું- બકવાસ સિલેક્શન...

PC: twitter.com

T20 વર્લ્ડ કપની ટીમ જાહેર થયા બાદ બધી બાજુ એક જ ચર્ચા ચાલે છે કે રિંકુ સિંહને કેમ સ્થાન નથી આપવામાં આવ્યું. આ અંગે પૂર્વ ક્રિકેટર શ્રીકાંતે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. શ્રીકાંતે કહ્યું હતું કે, રિંકુએ સાઉથ આફ્રિકામાં મેચ જીતાવનારી ઈનિંગ રમી. અફઘાનિસ્તાનની ગેમ યાદ છે, જ્યારે રોહિતે સદી મારેલી? ભારતે 22 રન પર 4 વિકેટ ગુમાવી દીધેલી. ત્યાંથી આ લોકોએ 212નો સ્કોર બનાવ્યો હતો, જેમાં રિંકુની ઈનિંગ મહત્ત્વની હતી. જ્યારે પણ તે ભારત માટે રમ્યો છે, તેણે પોતાની તરફથી સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. આ બકવાસ, બકવાસ સિલેક્શન છે. તમારે 4 સ્પિનર શું કામ જોઈએ છે? એ ચારેયને જવું જવું જોઈએ? તમે અમુક લોકોને ખુશ રાખવા માટે સિલેક્શન કર્યું છે અને તમે રિંકુને બલીનો બકરો બનાવી દીધો છે.

શ્રીકાંતે કહ્યું કે, હું જરા પણ ખુશ નથી, આખી દુનિયામાં રિંકુની વાત થઈ રહી છે, તેણે દરેક સમયે પરફોર્મ કર્યું છે. તમે રિંકુને કેવી રીતે ડ્રોપ કરી શકો. તમે કોઈ બીજાને ડ્રોપ કરો, ફરક નથી પડતો. મારા હિસાબે રિંકુ સિંહને ટીમમાં હોવું જોઈતું હતું. ભલે આના માટે તમારે યશસ્વી જૈસવાલને ડ્રોપ કરવો પડે. બની શકે કે IPL 2024મા તેનું ફોર્મ એટલું સારું નથી. તેને બેટિંગની વધારે તક નથી મળી એટલે કદાચ આ જ કારણ છે કે સિલેક્ટર્સે એને ન સિલેક્ટ કર્યો.

ગાવસ્કરે જણાવ્યું રિંકુ સિંહને કેમ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ન મળી જગ્યા

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ત્યાર બાદ બધા એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે, રિંકુ સિંહને કેમ ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. લોકો કહે છે રિંકુ સિંહ અત્યારે T20 ક્રિકેટમાં સૌથી સારો પ્લેયર છે, તો એને તો સ્થાન મળવું જ જોઈએ. રિંકુ અંગે જનતાના સવાલનો જવાબ પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે આપ્યો છે.

સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા રાખે છે. આ ટીમ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. આને લઈને કોઈ સવાલ જ નથી. ઈન્ટરનેશનલ લેવલે ક્યારેક-ક્યારેક તમારે થોડી કિસ્મતની જરૂર હોય છે અને જો આ ભારતીય ટીમની કિસ્મત થોડો પણ સાથ આપશે, તો મને પૂરો વિશ્વાસ છે કે, T20 વર્લ્ડ કપમાં ફરીએકવાર ભારતીય ટીમ વિજેતા થશે.

રિંકુ અંગે ગાવસ્કરે કહ્યું હતું કે, IPL 2024મા તે કંઈ ખાસ ફોર્મમાં રહ્યો નથી, જેને કારણે તેને ટીમમાં જગ્યા નથી મળી. બની શકે કે IPLમા તેનું અત્યારસુધીનું પ્રદર્શન એટલું સારું નથી રહ્યું, તેને બેટિંગની વધુ તક પણ નથી મળી, કદાચ એટલે જ સિલેક્ટરોએ રિંકુની પસંદગી નથી કરી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp