IPLમા 55 લાખ સેેલેરી મળતા રિંકુ સિંહે કહ્યું- 10-15 રૂપિયા કમાવા માટે હું..
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે કંઇ ખાસ પ્રદર્શન ન કર્યું, પરંતુ ટીમને આ વખત તેની જરૂરિયાત પણ ઓછી પડી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ IPL 2024ની ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી, જો કે, રિંકુ સિંહને પોતાના ખરાબ ફોર્મથી ભારે નુકસાન થયું છે અને તેને T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરવામાં આવ્યો નથી. તો રિંકુ સિંહ રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં જોડાશે. આ દરમિયાન રિંકુ સિંહે પોતાની IPL સેલેરીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે અને સાથે જ તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઈને પણ વાતો કરી.
રિંકુ સિંહને હાલમાં જ તેની IPL સેલેરીને સવાલ કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં રિંકુએ કહ્યું કે, IPLમાં મને 55 લાખ મળી રહ્યા છે. આ રૂપિયા મારા માટે ઘણા છે. જો કે, જ્યારે હું મોટો થઈ રહ્યો હતો, તો વિચારતો હતો કે 10-15 રૂપિયા પણ કઇ રીતે કમાઈ શકું છું, પરંતુ હવે મારી IPL સેલેરી 55 લાખ રૂપિયા છે, જે મારા માટે પૂરતા છે. મને એમ લાગે છે કે ભગવાન જેને જેટલું આપે છે, તેણે તેમાં ખુશ રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રિંકુ સિંહના ફેન્સનું માનવું છે કે તેની કુશળતા જોતા આ સેલેરી ઓછી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ તેને માત્ર 55 લાખ રૂપિયા જ આપી રહી છે, જે તેના માટે ઘણી ઓછી છે. રિંકુ સિંહની સેલેરી કરોડોમાં હોવી જોઈએ. એટલી ઓછી સેલેરી હોવા પર રિંકુ સિંહ સાથે સારું થઈ રહ્યું નથી. રિંકુ સિંહ IPLમાં કોલકાતા માટે વર્ષ 2018થી રમી રહ્યો છે. જો કે, શરૂઆતમાં તેને માત્ર 20 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ જ્યારે તેણે કુશળતા દેખડી તો તેની સેલેરીમાં પણ વધારો થયો. રિંકુ સિંહે ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઈને પણ વાતચીત કરી.
તેણે કહ્યું કે, રોહિત શર્મા યુવા ખેલાડીઓને ખૂબ સપોર્ટ કરે છે, માત્ર હું જ નહીં આખી દુનિયા જોઈ ચૂકી છે કે રોહિત શર્મા કેટલો શાનદાર કેપ્ટન છે. તે હંમેશાં ઈચ્છે છે કે યુવા ખેલાડી સારું પ્રદર્શન કરે. ઉલ્લેખનીય છે કે ICC T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા જ કેપ્ટન્સી કરશે. એ સિવાય હાર્દિક પંડ્યા ટીમની ઉપકેપ્ટન્સી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp