રિષભ પંત અને લિટન દાસ વચ્ચે ગરમાગરમી, વીડિયો આવ્યો સામે

PC: BCCI

અત્યારે બાંગ્લાદેશી ટીમ ભારતના પ્રવાસે છે અને આજથી પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થઈ ચૂકી છે. ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં આજથી શરૂ થયેલી મેચથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ ગઈ છે. મેચની શરૂઆતમાં મહેમાન ટીમના કેપ્ટન નજમૂલ હુસેન શાંતોએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય અત્યાર સુધી તેમની ટીમ માટે સાચો સાબિત થયો છે કેમ કે ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પૂરી રીતે ફ્લોપ સાબિત થયો. આ દરમિયાન ભારતીય ટીમની ઇનિંગ દરમિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રિષભ પંત લિટન દાસ સાથે બહેસ કરતો નજરે પડી રહ્યો છે.

આ ઘટના પહેલા દિવસના લંચ બ્રેક અગાઉ 16મી ઓવરમાં જોવા મળી હતી. ઓવરના ત્રીજા બૉલ પર રિષભ પંત સિંગલ લેવા માગતો હતો, પરંતુ યશસ્વી જાયસ્વાલે તેને ના પાડીને પાછો મોકલી દીધો. આ દરમિયાન ગલીના ફિલ્ડરે બૉલ થ્રો કર્યો અને બૉલ રિષભ પંતના પેડ સાથે લાગીને મિડ વિકેટ તરફ જતો રહ્યો. તેનાથી ભારતીય વિકેટકીપર થોડો નિરાશ નજરે પડ્યો. રિષભ પંતને સ્ટમ્પ માઈકની મદદથી લિટન દાસને કહેતો સંભળાઇ રહ્યો છે કે વિકેટને મારો ભાઇ, મને કેમ મારી રહ્યો છે.’ આ ઘટનાનો વીડિયો હવે ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે હસન મહમૂદે પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી. તેણે પહેલા રોહિત શર્મા, શુભમન ગિલ અને પછી વિરાટ કોહલીને પણ પોવેલિયન ભેગા કરી દીધા. ભારતીય ટીમનો ટોપ ઓર્ડર આ બાંગ્લાદેશી બોલર સામે વિવશ નજરે પડ્યો. ત્યારબાદ રિષભ પંત અને યશસ્વી જાયસ્વાલે મોરચો સાંભળ્યો હતો. પરંતુ તે પણ 26મી ઓવરમાં હસન મહમૂદની બોલિંગનો શિકાર થઈ ગયો. રિષભ પંતે પહેલી ઇનિંગમાં 52 બૉલમાં 39 રનની ઇનિંગ રમી હતી.

રિષભ પંતે આ અગાઉ પણ ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. રિષભ પંત ડિસેમ્બર 2022માં એક ભયાનક અકસ્માતનો શિકાર થયો હતો. ત્યારબાદ હવે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમવા ઉતર્યો છે. તેને પોતાની અંતિમ ટેસ્ટ મેચ પણ બાંગ્લાદેશ વિરુદ્ધ જ રમી હતી. તો જાયસ્વાલ પાછલી વખત ઈંગ્લેન્ડ વિરુદ્ધ થયેલી ટેસ્ટ સીરિઝમાં નજરે પડ્યો હતો, જેમાં તે સૌથી વધુ રન બનાવવાની બાબતે ટોપ પર રહ્યો હતો. આ વખત બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટમાં પણ તેને અડધી સદી ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp