DC છોડીને ગુરુની ટીમમાં જશે રિષભ પંત? IPL 2025 અગાઉ થવા જઇ રહ્યો છે મોટો ઉલટફેર

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શન અગાઉ મોટા સમાચાર મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી કેપિટલ્સ (DC)નો સાથ છોડી શકે છે. હવે સવાલ ઉઠે છે કે તે દિલ્હીનો સાથ છોડી રહ્યો છે તો આગામી સીઝનમાં કઇ ટીમ માટે રમી શકે છે? તો તેને લઈને પણ એવા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે આગામી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમતો નજરે પડી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે, IPL 2025 બાદ મહેન્દ્ર સિંહ ધોની IPLમાંથી સંન્યાસ લઈ લેશે. એવામાં ફ્રેન્ચાઇઝીને ધોની જેવો જ તેજ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેનની જરૂરિયાત છે. જએ નીચેના ક્રમમાં આવીને મેચનું પાસું પલટી શકે છે. વાત રિષભ પંતની કરીએ તો અત્યાર સુધી IPL કરિયરમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગત સીઝનમાં ઈજામાંથી વાપસી કરતા તેના બેટથી સારા એવા રન નીકળ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે IPL 2024માં તેણે કુલ 13 મેચોમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન તેના બેટથી 13 ઇનિંગમાં 40.54ની એવરેજથી 446 રન નીકળ્યા હતા. જ્યાં તેની સ્ટ્રાઈક રેટ 155.40ની રહી હતી. રિષભ પંત IPLમાં અત્યાર સુધી 111 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેના બેટથી 110 ઇનિંગમાં 35.31ની એવરેજથી 3294 રન નીકળ્યા છે. રિષભ પાંતના નામે IPLમાં એક સદી અને 18 અડધી સદી છે. અહી તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન 128 રનનું છે. ઉલ્લેખનીય છે કે રિષભ પંતનો ઝુકાવ હંમેશાં જ ધોની પ્રત્યે રહ્યો છે. તે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આદર્શ માને છે. એવામાં અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે ધોની તરફી ઝુકાવ બાદ કદાચ તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફ જવાનું વિચારી રહ્યો છે.

રિષભ પંત છેલ્લા 4 વર્ષથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટન કરી રહ્યો છે. તેની કેપ્ટન્સીમાં દિલ્હી કેપિટલ્સ માત્ર એક વખત પ્લેઓફમાં પહોંચી છે. 2021માં દિલ્હી કેપિટલ્સ બીજી ક્વાલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે હારી ગઈ હતી. ત્યારબાદ આ ટીમ માત્ર 3 વર્ષમાં એક વખત પણ પ્લેઓફમાં પહોંચી શકી નથી. 2024ની સીઝનની વાત કરીએ તો દિલ્હી છઠ્ઠા નંબર પર રહી હતી. ખેર હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિષભ પંત દિલ્હી કેપિટલ્સમાં જ રહે છે કે પછી તેને છોડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp