સતત બીજી મેચ હારવા પર રોષે ભરાયો રિષભ પંત, મેચ બાદ કાઢ્યો પોતાનો ગુસ્સો
દિલ્હી કેપિટલ્સ (DC) માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ છે. રિષભ પંતની કેપ્ટન્સીમાં ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સને બીજી હાર રાજસ્થાન રોયલ્સ (RR) વિરુદ્ધ મળી છે. આ નિરાશાજનક હાર બાદ ટીમના કેપ્ટન રિષભ પંત ખૂબ નિરાશ નજરે પડ્યો અને તેણે જણાવ્યું કે મેચમાં દિલ્હી કેપિટલ્સથી ક્યાં ચૂક થઈ. મેચ બાદ રિષભ પંતે કહ્યું કે, નિશ્ચિત રૂપે આ હારથી નિરાશ છું, પરંતુ સૌથી સારી વાત જે હવે અમે કરી શકીએ છે એ હારથી શીખવાનું.
રિષભ પંતે કહ્યું કે, મેચમાં અમારા બોલરોએ 15-16 ઓવર સુધી રાજસ્થાન રોયલ્સને બાંધી રાખી હતી, પરંતુ ત્યારબાદ અમારા કંટ્રોલમાં ન રહી શકી. કેટલીક વખત એવું થાય છે કે ધીમી શરૂઆત બાદ બેટ્સમેન ડેથ ઓવર્સમાં તેજીથી રન બનાવવાનો પ્રયાસ કરે છે. એ જ આજની મેચમાં થયું. છેલ્લી ઓવરોમાં જે પ્રકારે રિયાન પરાગે પોતાની રમત દેખાડી, જેણે અમારી મેચ પરથી પકડ ગુમાવી દીધી હતી. લક્ષ્યનો પીછો કરતા ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે અમને સારી શરૂઆત આપી, પરંતુ વચ્ચેની ઓવરોમાં જે પ્રકારે અમે પોતાની વિકેટ ગુમાવી, એ ખૂબ ખરાબ હતું કેમ કે ત્યાં સુધી ઘણા બધા બચેલા હતા. અમારે પોતાના મિડલ ઓર્ડરમાં મજબૂતી દેખાડવી પડશે.
દિલ્હી કેપિટલ્સ માટે એનરિક નોર્ત્જેએ ઇનિંગની છેલ્લી ઓવર કરી હતી. એ ઓવરમાં તેણે 25 રન આપ્યા. તેની આ ઓવર પર રિષભ પંતે કહ્યું કે, અમે ઇચ્છતા હતા કે નોર્ત્જે ડેથ ઓવરોમાં અમારા માટે બોલિંગ કરે, પરંતુ ક્યારેક ક્યારેક તમને રન પડી જાય છે. આશા છે કે અમે આગામી મેચમાં સારું પ્રદર્શન કરીશું. ઉલ્લેખનીય છે કે, મેચની વાત કરીએ કો દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ તરફથી સૌથી વધુ 84 રન રિયાન પરાગે બનાવ્યા હતા. તો દિલ્હી કેપિટલ્સ તરફથી ખલીલ અહમદ, મુકેશ કુમાર, નોર્ત્જે, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી. તો 186 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 173 રન જ બનાવી શકી. દિલ્હી કેપિટલ્સ તરફથી સૌથી વધુ 49 રન ડેવિડ વોર્નરે બનાવ્યા, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે નોટઆઉટ 44 રન બનાવ્યા. તો રાજસ્થાન તરફથી બોલિંગ કરતા નંદ્રે બર્ગર અને યુઝવેન્દ્ર ચહલને 2-2 વિકેટ મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp