રિવાબાએ કહ્યું- રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનથી ખુશ છું, મેચ જોવા નથી જતી ત્યારે..

PC: thecricketlounge.com

IPL 2023ની  ક્વોલિફાયર મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં CSKએ ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાનું બેટ અને બોલ  બનેમાં નોંધપાત્ર પ્રદર્શન રહ્યું હતું અને તેની ચર્ચા પણ ચાલી રહી છે. રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ રવિન્દ્ર જાડેજાના પરફોર્મન્સ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ CSKની રોમાંચક જીત પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, ચેન્નઇ સુપર કિંગ્સ ફાઇનલમાં આવી છે તેની ખુશી તો છે જ પણ મારા પતિ રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનથી પણ એટલી જ ખુશ છું. રિવાબાએ કહ્યું કે હું અમદાવાદમાં રમાનારી IPL 2023ની ફાઇનલ મેચ જોવા માટે જવાની છું. હું રવિન્દ્રને સપોર્ટ કરીશ.

રિવાબાએ કહ્યું કે, જ્યારે રવિન્દ્ર જાડેજા મેદાન પર રમતો હોય અને હું મેચ જોવા નથી જતી ત્યારે મારા પડોશીઓ મને કહેતા હોય છે કે તમે અહીંયા શું કરો છો? રવિન્દ્રને સપોર્ટ કરવા માટે IPL મેચ જોવા જાઓ.

IPLની મેચમાં જ્યારે કેમેરા ફરે છે ત્યારે આપણને ખબર પડે છે કે ઘણા બધા કિક્રેટરોની પત્નીઓ તેમના પતિને સપોર્ટ કરવા માટે મેચ જોવા આવે છે. વિરાટની પત્ની અનુષ્કા શર્મા કે મહેન્દ્ર સિંધ ધોનીની પત્ની  સાક્ષી મેદાન પર ઘણી વખત જોવા મળે છે.

રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં 16 બોલમાં 22 રન ફટકારીને CSKને મજબુત સ્થાન પર મુકી હતી. એ પછી તેણે 4 ઓવરમાં 18 રન આપીને ગુજરાત ટાઇટન્સના ધૂંઆધાર ખેલાડી મિલરની વિકેટ લીધી હતી.

IPL 2023ની ક્વોલીફાયર મેચમાં CSKએ ગુજરાત ટાઇટન્સને  હરાવીને 15 રનથી જીત મેળવી હતી, હવે ફાઇનલ મેચ 28 મે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે. CSKએ ક્વોલીફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે પહેલી બેટીંગ કરી હતી અને 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

ગુજરાત ટાઇટન્સ સામે ની મેચ જીત્યા પછી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજાના વખાણ કરતા કહ્યું હતું કે, રવિન્દ્ર જાડેજાની બોલિંગને કારણે મેચનું પરિણામ બદલાયું હતું. મોઇન અલી સાથેની તેની ભાગીદારીને પણ ભુલવી ન જોઇએ.

મેચ જીત્યા પછી પ્રેઝન્ટેશનમાં ધોનીએ કહ્યું હતું કે પહેલાં 8 ટીમો હતી, હવે IPLમાં 10 ટીમો રમે છે. હું એમ નહી કહીશ કે આ વધુ એક ફાઇનલ છે. આ અમારી બે મહિનાની મહેનતનું પરિણામ છે. દરેકનું યોગદાન રહ્યું છે. ધોનીએ કહ્યું કે ગુજરાત ટાઇટન્સ એક સારી ટીમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp