સૂર્યા મુરલીધરન, રિંકૂ કુંબલે અને રિયાન..’, મેચ પલટું બોલિંગ પર મીમ્સ વાયરલ

PC: x.com/rajasthanroyals

શ્રીલંકા વિરુદ્ધ પલ્લેકેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી T20 મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રિંકૂ સિંહે શાનદાર બોલિંગ કરી અને ભારતને જીત અપાવી. આ બંનેની બોલિંગ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થયો છે. તેમાં ભારતની જીતનો શ્રેય ગૌતમ ગંભીર સિવાય ભારતીય સ્પિનર્સને આપવામાં આવ્યો. મેચમાં ભારતની સ્થિતિ ખરાબ હતી કેમ કે શ્રીલંકાને છેલ્લા 12 બૉલમાં 9 રનની જરૂરિયાત હતી, જ્યારે તેની પાસે 6 વિકેટ બચી હતી.

ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે રિંકૂ સિંહને બૉલ પકડાવ્યો, જેણે T20માં પહેલી વખત બોલિંગ કરી. રિંકૂએ શાનદાર પ્રદર્શન કર્યું અને પૂરી રીતે સેટ કુસલ પરેરા (34 બૉલમાં 46 રન)ને અને રમેશ મેન્ડિસ (6 બૉલમાં 3 રન)ને આઉટ કરી દીધા. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને 6 રનની જરૂરિયાત હતી. સૂર્યકુમારે છેલ્લી ઓવરમાં મોહમ્મદ સિરાજને બૉલિંગનો ન આપીને પોતે જ કમાન સંભાળી. તેનું કારણ હતું પલ્લેકેલમાં થઈ રહેલી ખતરનાક સ્પિન.  ત્યારબાદ કેપ્ટને પોતે T20 બોલિંગમાં ડેબ્યૂ કરવાનો નિર્ણય લીધો.

સૂર્યાએ આ અંડરપ્રેશર અને ફાઇનલ ઓવરમાં 2 વિકેટ લીધી. તેણે કામિન્ડૂ મેન્ડિસ અને મહિશ તિક્ષ્ણાને સતત 2 બૉલ પર આઉટ કર્યા. આ છેલ્લી ઓવરમાં સૂર્યાએ માત્ર 5 રન આપ્યા અને મેચને રોમાંચક ટાઈ પર ખતમ કરી. ત્યારબાદ ભારતે સુપર ઓવરમાં 3 રનનો પીછો કરતા પહેલા જ બૉલ પર જીત હાંસલ કરી. સૂર્યકુમાર યાદવે મહિશ તિક્ષ્ણાના બૉલને ફાઇન લેગ તરફ ચોગ્ગો મારીને જીત મેળવી. આ જીતથી ભારતે શ્રીલંકા પર 3-0 થી ક્લીનસ્વીપ કરી દીધું.

ભારતની આ જીત બાદ સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સ પોસ્ટ થવા લાગ્યા. જેમાં ભારતીય બેટ્સમેનોને સ્પિન જાદુગરોમાં બદલવાનો શ્રેય નવા હેડ કોચ ગૌતમ ગંભીરને આપવામાં આવ્યો. એક યુઝરે તો રિંકૂ સિંહ, સૂર્યકુમાર યાદવ અને રિયાન પરાગની ત્રિપુટીની તુલના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન, શેન વોર્ન અને અનિલ કુંબલે સાથે કરી દીધી. તો રાજસ્થાન રોયલ્સે પણ પણ એક ફની મીમ્સ શેર કર્યું, જેમાં ભારતના નવા ડેથ બોલર્સ તરીકે સૂર્યકુમાર યાદવ, રિંકૂ અને રિયાન પરાગને દેખાડવામાં આવ્યો છે.

પલ્લેકેલમાં છેલ્લી T20 મેચ વરસાદના કારણે મોડેથી શરૂ થઈ, જ્યાં ભારતીય ટીમનો પાવરપ્લેમાં ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો. એક સમયે ભારતીય ટીમની 48 રન પર 5 વિકેટ પડી ગઈ હતી, ત્યારબાદ ભારતીય ટીમે શુભમાન ગિલ અને રિયાન પરાગની પાર્ટનરશિપ અને વૉશિંગટન સુંદરના 25 રનની મદદથી 9 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા. ત્યારબાદ શ્રીલંકાએ જ્યારે રનચેઝ શરૂ કર્યું તો લાગી રહ્યું હતું કે આ મેચ તે જીતી જ જશે. કુસલ પરેરા અને કુસલ મેન્ડિસની ઇનિંગની મદદથી શ્રીલંકાએ લક્ષ્યનો પીછો શરૂ કર્યું, પરંતુ પછી મેચના ફ્રેમમાં આવ્યા ભારતીય સ્પિનર. જેમણે 26 બૉલમાં 27 રન આપીને 7 વિકેટ લઈને મેચ ટાઈ કરાવી. મેચમાં જ્યારે સિરાજની ઓવર બચી હતી તો સૂર્યકુમાર યાદવે રિંકૂ સિંહ પર દાવ લગાવ્યો અને 12 બૉલમાં 9 રન બચાવીને મેચ ટાઈ કરાવી દીધી. તો ભારતે સુપર ઓવરમાં મેચ જીતી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp