ફેડરરના શૂઝ, રેકેટ, ટીશર્ટની હરાજીથી એટલા રૂપિયા આવ્યા કે બંગલો બાંધી શકાય

PC: tennisnow.com

સ્વિટઝરલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે ભલે નિવૃત્તિ લઈ લીધી હોય પણ આજે પણ તેના નામનો સિક્કો ચાલે છે. તેની કારકિર્દીમાં ઉપયોગ થયેલા તેના રેકેટ, પગરખા, ટી-શર્ટ ઉપરાંત અન્ય સામાન હરાજીમાં 35 કરોડ રૂપિયામાં વેચાયા અને આ રકમનો ઉપયોગ ઉમદા હેતુ માટે થવાનો છે.

રોજર ફેડરરને હરાજીમાંથી આટલી મોટી રકમ મળવાની અપેક્ષા નહોતી. ફેડરરે કહ્યું કે કે દુનિયા ભરના લોકોએ જે પ્રમાણે ઉત્સાહ બતાવ્યો છે તેનાથી હું અભિભૂત છું.

 ટેનિસમાં 20 ગ્રેન્ડ ટાઇટલ જીતનારા રોજર ફેડરરની વસ્તુઓની હરાજી મશહૂર ઓકશન હાઉસ ક્રિસ્ટીઝ દ્રારા બે તબકકામાં કરવામાં આવી હતી. ફેડરરના ગ્રાન્ડ સ્લેમ સાથે જોડાયેલી વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં ફેડરરે વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયા અને યુએસ ઓપનમાં પહેરેલા પગરખા, ટી-શર્ટ અને રેકેટ સામેલ હતા.

જયારે બીજા ફેઝમાં આ દિગ્ગજ ખેલાડીની વસ્તુઓ  હરાજી કરવામાં આવી. જેમાં તેની  લાંબી કારકિર્દીના 21 વર્ષની યાદગાર વસ્તુઓ લોકોએ હરાજીમાં ખરીદી. જેમાં ફેડરરની પહેલી ઓલેમ્પિક સાથે જોડાયેલો સામાન પણ સામેલ હતો. ફેડરર માત્ર 19 વર્ષની ઉંમરે વર્ષ 2000માં સિડની  ઓલેમ્પિકમાં ઉતર્યા હતા.

ઓનલાઇન હરાજીમાં લોકોએ ખાસ્સો ઉત્સાહ બતાવ્યો તે વાતનો અંદાજ એના પરથી આવે છે કે 44 દેશો અને 6 મહાદ્રીપમાં રહેતા લોકોએ ફેડરરની વસ્તુઓ ખરીદી હતી. ઓનલાઇન વેચાણમાં મુખ્ય આકર્ષણ ફેડરર દ્રારા 2019માં વિમ્બલ્ડન મેચમાં ઉપયોગમાં લેવાયેલા 3 રેકેટ 1.62.500 પાઉન્ડ ( અંદાજે 1.67 કરોડ રૂપિયા)માં ખરીદાયા. જે 7થી 10 હજારની અંદાજિત કિંમતથી 23 ગણા વધારે છે.

હરાજી પછી રોજર ફેડરરે કહ્યું કે અમે એટલા માટે જ ટેનિસ કોર્ટમાં ઉપયોગમાં આવેલી વસ્તુઓનો સંગ્રહ કર્યો હતો, કે એક દિવસ તેનો સાર્થક ઉપયોગ કરી શકીશું. ફેડરરે કહ્યું કે પોતે અને તેની પત્ની મિર્કા આ જોઇને ખુશ થયા છે કે તેમણે જે નિર્ણય લીધો હતો તે યોગ્ય હતો. આને કારણે બાળકો પર સારી અસર પડશે. હરાજીમાં ભેગી થયેલી રકમ રોજર ફેડરેશન ફાઉન્ડેશનમાં જશે જે, સ્વિટઝરલેન્ડ અને સાઉથ આફ્રિકામાં શિક્ષણના ક્ષેત્રમાં કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp