પંડ્યાને ટીમમાં સિલેક્ટ કરવા માંગતા ન હતા રોહિત અને અગરકર, પછી જે થયું...

PC: hindi.sportzwiki.com

IPL હવે તેના અંતિમ તબક્કામાં છે. મુંબઈ ઈન્ડિયન્સ સહિત ત્રણ ટીમો ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે આ ટીમોના ખેલાડીઓ IPL છોડીને રાષ્ટ્રીય ટીમો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેને જૂનમાં T-20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ 24 મેના રોજ સહ-યજમાન અમેરિકા જશે. પરંતુ આ પહેલા રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વિશે જે સમાચાર આવી રહ્યા છે તે ટીમ માટે સારા નથી. IPL પહેલા રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

T20 વર્લ્ડ કપ એકદમ નજીક આવી ગયો છે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચેનો વિવાદ અટકતો નથી; હવે એવી આશંકા છે કે, રોહિત-હાર્દિકની નબળી કેમિસ્ટ્રી ભારતના પ્રદર્શનને અસર કરી શકે છે. ભારતીય ટીમ 2013થી ICC ટ્રોફી જીતવામાં સફળ રહી નથી.

એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અગરકર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને પસંદ કરવાના પક્ષમાં ન હતા. મીડિયા સૂત્રના અહેવાલ મુજબ અમદાવાદમાં જ્યારે પસંદગી સમિતિની બેઠક યોજાઈ ત્યારે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત સહિત ઘણા પસંદગીકારો પણ હાર્દિક પંડ્યાને ટીમમાં પસંદ કરવાના પક્ષમાં ન હતા. જોકે દબાણને કારણે હાર્દિક પંડ્યાની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી અને તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. અમેરિકા અને કેનેડાની ટીમો પણ ભારતના ગ્રુપમાં છે. ભારતીય ટીમ 12 જૂને અમેરિકા અને 15 જૂને કેનેડા સામે ટકરાશે.

ભારતીય ક્રિકેટરો T20 વર્લ્ડ કપ માટે બે બેચમાં રવાના થશે. જે ખેલાડીઓની ટીમ IPL પ્લેઓફમાંથી બહાર થઈ જશે તેઓ 24 મેના રોજ પ્રથમ બેચમાં અમેરિકા જશે. ટીમ ઈન્ડિયામાં સામેલ બાકીના ખેલાડીઓ IPL ફાઈનલ પછી અમેરિકા જવા રવાના થશે. IPLની ફાઈનલ 26 મેના રોજ રમાવાની છે.

મુંબઈ ઈન્ડિયન્સ સહિત ત્રણ ટીમ IPL ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થાય છે. આ સાથે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ (તમામ મુંબઈ ઈન્ડિયન્સ), અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ), શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) 24 મેના રોજ વર્લ્ડ કપ માટે રવાના થવાના છે. આ યાદીમાં બીજા ઘણા ખેલાડીઓના નામનો ઉમેરો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp