રોહિત-દ્રવિડે ચહલ-હર્ષલને કહ્યું હતું WCમાં નહીં મળશે રમવાની તક?કાર્તિકનો ખુલાસો

PC: cricketaddictor.com

T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યા પછી ટીમ ઈન્ડિયાનું ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં વિશ્વ વિજેતા બનવાનું સપનું તૂટી ગયું હતું. આ દિલ તોડનારી હાર પછી ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્માના ખરાબ નિર્ણયો માટે ઘણી આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા ઘણા કોમ્બિનેશન અજમાવ્યા હતા.

પરંતુ T20 વર્લ્ડ કપ 2022માં યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલને એક પણ મેચ રમાડવામાં આવી ન હતી. હવે ક્રિકબઝ સાથે વાત કરતા ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે બંનેને તક ન મળવાની વાતને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેની વાતો પરથી એવું લાગી રહ્યું હતું કે, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે બંનેની પ્લેઈંગ ઈલેવનમાં રમવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

કાર્તિકે કહ્યું હતું કે, માત્ર તે બંને ખેલાડીઓને ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. પરંતુ તેઓ પરેશાન થયા ન હતા. ટુર્નામેન્ટની શરૂઆતમાં તેમને કહેવામાં આવ્યું હતું કે અમુક પરિસ્થિતિઓમાં જ તમને રમાડવામાં આવશે, નહીં તો આ અમારા માટે મુશ્કેલ રહેશે. તેવામાં તેઓ એ રીતની તૈયારી કરી રહ્યા હતા કે જ્યારે પણ તેમને તક મળતે તો પોતાનું શ્રેષ્ઠ આપતે. કાર્તિકે આગળ કહ્યું કે, મને લાગે છે કે જ્યારે કોચ અને કેપ્ટન આ રીતે સ્પષ્ટ હોય છે તો એક ખેલાડીના રૂપમાં તમારું કામ ઘણું સરળ થઈ જાય છે.

તમે તમારી અંદર જોવાનું શરૂ કરો છો કે તમારે શું કરવું છે અને કોઈ સ્ટેજ પર તે લોકોને તક મળે છે તો તે જરૂર પોતાનું બેસ્ટ આપતે. ટીમના માહોલમાં કોઈ નારાજગી અને કોઈ નકારાત્મક ઉર્જા નહીં હતી અને આ સૌથી સારી વાત છે અને જેની તમે આશા કરો છો. વર્લ્ડ કપ દરમિયાન પણ વિકેટ કિપીંગ માટે ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને તક આપવા પર પણ ઘણી ચર્ચા થઈ હતી. અમુક લોકોનું માનવું હતું કે દિનેશ કાર્તિક એક સારો ફિનીશર છે પરંતુ વિકેટ કિપીંગના મામલે તેનાથી સારો રિષભ પંત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp