શું રોહિત હશે T20 વર્લ્ડ કપમાં ઈન્ડિયાનો કેપ્ટન? ICCની પોસ્ટથી ખુલાસો

PC: hindi.cricketaddictor.com

ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. હાલમાં જ ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને લઈ જનાર કેપ્ટન રોહિત શર્માને ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવશે તેવું પ્રકાશમાં આવ્યું છે. ICCએ શુક્રવારે આ વર્ષના T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જ્યારથી આ વાત સામે આવી છે, ત્યારથી રોહિત શર્માના કેપ્ટન બનવાના સમાચારની વાત પાક્કી થઈ રહી છે.

શુક્રવાર, 5 જાન્યુઆરીએ, વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા આયોજિત થનારા ICC T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ 4 જૂનથી શરૂ થવા જઈ રહી છે અને ફાઈનલ મેચ આ મહિનાની 30 તારીખે રમાશે. ICC દ્વારા તેની સોશિયલ મીડિયા સાઈટ પર જાહેર કરાયેલા શેડ્યૂલ પરથી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું સુકાની કોણ હશે તેના પર પડદો હટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવાની સાથે ICCએ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના કેપ્ટનની તસવીરો પોતાની સોશિયલ સાઈટ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની તસવીર છે. ICCએ આ લિસ્ટમાં પાકિસ્તાન ટીમના T20 કેપ્ટન શાહીન આફ્રિદીને સ્થાન આપ્યું છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી વખત ટીમ ઈન્ડિયા તરફથી T20 વર્લ્ડ કપ 2022 સેમીફાઈનલમાં રમી હતી. ત્યારથી તેણે ભારત માટે એકપણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તે બે વર્ષ બાદ ફરીથી ટીમનું સુકાન સંભાળશે.

નવા વર્ષે દક્ષિણ આફ્રિકામાં ઐતિહાસિક ટેસ્ટ જીત નોંધાવ્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ હવે T20માં રમશે. ટીમ ઈન્ડિયા આગામી સપ્તાહથી અફઘાનિસ્તાન સામે 3 મેચની શ્રેણી રમવાની છે. પસંદગીકારો શનિવારે આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી શકે છે. 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી વચ્ચેની આ 3 T20 મેચ આ વર્ષના ICC T20 વર્લ્ડ કપ પહેલા ભારતની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી હશે.

આ વર્ષે જૂનમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન સામે રમાનારી આ શ્રેણી ભારત માટે છેલ્લી T20 શ્રેણી હશે. આ ત્રણ મેચ પછી ટીમ ઈન્ડિયા BCCIની ડોમેસ્ટિક T20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમીને પોતાની તૈયારીઓને મજબૂત કરશે. આ લીગ દરમિયાન પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખશે. અહીં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમ સિલેક્શનમાં પ્રાધાન્ય આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp