AFG સામે પણ સસ્તામાં ન આઉટ થઈ જાય રોહિત-કોહલી, આ બોલરે વગાડી જોખમની ઘંટી
T20 વર્લ્ડ કપ 2024માં લીગ સ્ટેજ મેચ પૂરી થઈ ચૂકી છે. હવે વારો સુપર 8 મેચોની છે. ભારતીય ટીમ સુપર 8માં પોતાની પહેલી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે. આ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમાશે. આ મેચ અગાઉ અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ફજલહક ફારુકીના પરફોર્મન્સે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની ઊંઘ હરામ કરી દીધી છે. અફઘાનિસ્તાનના જમણા હાથના ફાસ્ટ બોલર ફજલહક ફારૂખી T20 વર્લ્ડ કપ 2024માં ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
તે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેમણે કુલ મળીને 4 મેચમાં 12 વિકેટ લીધી છે. ફારૂખી 3 જ મેચોમાં 12 વિકેટ લઈ ચૂક્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચ તેના માટે સારી ન ગઈ અને તેમાં તેણે 3 ઓવરમાં 38 રન આપ્યા અને એક પણ વિકેટ ન લઈ શક્યો. ફજલહક ફારૂખીની વિશેષતા એ છે કે તે નવા બૉલથી વિકેટ લે છે અને જમાનો હાથ હોવાના કારણે હજુ વધારે ખતરનાક થઈ જાય છે.
બીજી તરફ જો આપણે વાત કરીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન ગ્રુપ સ્ટેજની મેચોમાં કંઇ ખાસ નથી. રોહિત શર્માએ માત્ર આયરલેન્ડ વિરુદ્ધ મેચમાં 52 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ આગામી 2 મેચોમાં ફ્લોપ રહ્યો છે. તો વિરાટ કોહલી 3 મેચમાં માત્ર 5 રન જ અત્યાર સુધી બનાવી શક્યો છે. તેનાથી ખબર પડે છે કે બંને જ બેટ્સમેન ફોર્મમાં નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીને હંમેશાંથી જ લેફ્ટ આર્મ પેસર્સ વિરુદ્ધ પરેશાની થતી રહી છે.
ટ્રેન્ટ બોલ્ટ, શાહીન શાહ આફ્રિદી અને મિચેલ સ્ટારજ જેવા જમણા હાથના ફાસ્ટ બોલરોએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ખૂબ પરેશાન કર્યા છે. એવામાં ફજલહક ફારૂખી પણ આ બંને દિગ્ગજો માટે મોટો જોખમી બની શકે છે. તેનાથી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાવધાન રહેવું પડશે. જો બૉલ હરકત કરે છે તો પછી ભારતને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp