હે વીરૂ 2 વખત 0 પર આઉટ થઈ ચૂક્યો..' અમ્પાયરની ભૂલ પર રોહિતનું મજેદાર રીએક્શન

PC: odishatv.in

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી અને અંતિમ T20 મેચ બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનોનિર્ણય લીધો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમે સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રનનો સ્કોર ઊભો કર્યો. આ દરમિયાન રોહિત શર્માએ 14 મહિનાના લાંબા ઇંતજાર બાદ T20 ઇન્ટરનેશનલમાં પહેલા રન બનાવ્યા. હિટમેને અહીં ન માત્ર રન બનાવ્યા, પરંતુ વિસ્ફોટક સદી પણ ફટકારી. રોહિત શર્માએ 69 બૉલમાં 121 રનનો નોટઆઉટ ઇનિંગ રમી.

આ દરમિયાન તેમણે 11 ફોર અને 8 સિક્સ લગાવી. જો કે, ઇનિંગની શરૂઆતમાં એક એવી ઘટના થઈ જેને જોઈને તમે હસતા નહીં રોકી શકો. રોહિત શર્માની 14 મહિના બાદ T20માં વાપસી થઈ. આ સીરિઝની પહેલી 2 મેચમાં તે ડક પર આઉટ થઈ ગયો હતો. એવામાં ફેન્સને આ મેચને હિટમેનના પેહલા રનની કાગડોળે રાહ હતી. રોહિત શર્મા પણ પોતાના પહેલા રનના ઇંતજારમાં હતો. રોહિતે આ મેચની બીજી ઓવરમાં પોતાના પેહલા રન બનાવ્યા. જો કે, આ રન પહેલી જ ઓવરમાં આવતા, પરંતુ અમ્પાયરની ભૂલથી રન ન આપવામાં આવ્યા.

ભારતીય ટીમની ઇનિંગની શરૂઆત યશસ્વી જયસ્વાલે કરી. તેણે પહેલા જ બૉલ પર 3 રન લીધા અને હવે સ્ટ્રાઈક રેટ રોહિત પાસે આવી ગઈ. બીજો બૉલ બાઉન્ડ્રી તરફ એવી રીતે લાગ્યો કે રોહિત શર્માએ 14 મહિના બાદ પોતાના પહેલી T20 રન બનાવ્યા. પરંતુ અમ્પાયરે એ બૉલ પર લેગ બાઈનો ઈશારો આપી દીધો અને એ રન રોહિતના ખાતામાં ન જોડાયા. મેચની પહેલી ઓવરના બીજા બૉલ પર અમ્પાયરે લેગ બાય આપ્યો અને એ ઓવરના પાંચમા બૉલના માધ્યમથી ચોગ્ગો જતો રહ્યો. રોહિત શર્મા એ ઓવરમાં એક પણ રન ન બનાવી શક્યો.

જો કે રોહિતને લાગી રહ્યું હતું કે, અમ્પાયરે પહેલા ચોગ્ગાને લેગ બાઈ આપ્યો નથી અને તે બૉલ તેના બેટ સાથે લાગીને પણ ગયો હતો, પરંતુ જ્યારે તેને ખબર પડી કે અમ્પાયરે એ બૉલને લેગ બાય આપ્યો છે તો તેણે અમ્પાયરને પૂછ્યું કે એ વીરૂ થાઇ પેડ આપ્યો કે પહેલા બૉલ. અમ્પાયરે તેના પર કહ્યું કે લાગ્યું હતું. પછી હિટમેન અફઘાનિસ્ટનના વિકેટકીપર ગુરબાજને કહેતો નજરે પડ્યો કે આટલી મોટી બેટ લાગી હતી, એક તો અહી બે વખત ઝીરો પર આઉટ થઈ ચૂક્યો છું. રોહિત શર્માનું આ રીએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp