T20મા રોહિત શર્માનો મોટો રૅકોર્ડ, ધોની અને કોહલીને પણ છોડ્યા પાછળ

PC: ibtimes.co.in

વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ 3-0થી T20 સીરિઝ જીત્યા પછી રોહિત શર્માએ કેપ્ટન તરીકે એવી ઉપલબ્ધી હાંસલ કરી લીધી છે જેને હાંસલ કરવા માટે ધોની અને વિરાટ કોહલી પણ રોહિત શર્માથી પાછળ રહી ગયા છે. આ જીત સાથે જ રોહિત શર્માએ કેપ્ટન તરીકે T20 ઇન્ટરનેશનલમાં ધોની અને કોહલીને જ નહીં પરંતુ ઘણા કેપ્તાનોને પાછળ છોડી દીધા છે. રહિત શર્મા હવે કેપ્ટન તરીકે 12 મેચમાં સૌથી વધુ 11 મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે.

હીટમેન રોહિત શર્માએ આ કામયાબી હાંસલ કરવાની સાથે જ માઈકલ ક્લાર્ક, શોએબ મલિક, સરફરાઝ અહમદ અને અસગર અફઘાન જેવા કેપ્ટનોને પાછળ છોડી દીધા છે જેમણે નેતૃત્વ કરતા પ્રથમ 12 મેચોમાંથી 10 મેચમાં જીત હાંસલ કરી હતી.

આ ઉપરાંત ભારત તરફથી રોહિત શર્માએ વિરાટ કોહલીના રૅકોર્ડ બરોબરી કરી લીધી છે. આ બરોબરી તેણે તેણે કેપ્ટન તરીકે 11 T20 ઇન્ટરનેશનલ મેચ જીતવા બાબતે કરી છે. રોહિત અને વિરાટના નામે હવે ઇન્ટરનેશનલ T20માં કેપ્ટન તરીકે 11-11 મેચ જીતવાનો રૅકોર્ડ છે.

કેપ્ટન મેચ જીત હાર ટાઈ
એમએસ ધોની 72 41 28 1
વિરાટ કોહલી 17 11 6 0
રોહિત શર્મા 12 11 1 0

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp