મેચ બાદ રોહિતે કહ્યું- પાકિસ્તાન પાસે કેટલા રન બનાવવાની આશા રાખેલી

PC: twitter.com

વર્લ્ડ કપની અમદાવાદમાં રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં ભવ્ય જીત બાદ બધી બાજુ રોહિત શર્માના ખૂબ વખાણ થઈ રહ્યા છે, જેણે આ મેચમાં 86 રન પણ બનાવ્યા હતા. રોહિત શર્માએ આ જીતનો શ્રેય ભારતના બોલરોને આપ્યો હતો. ભારતના છમાંથી પાંચ બોલરોએ 2-2 વિકેટ્સ લઈને પાકિસ્તાનની ટીમને 191 રને પેવેલિયન ભેગી કરી દીધી હતી. મેચ જીત્યા બાદ રોહિત શર્માએ પાકિસ્તાન વિશે પણ વાત કરી હતી.

રોહિત શર્માએ કહ્યું હતું કે, આજે બોલરોએ અમારા માટે ગેમ સીટ કરી હતી. મારા હિસાબે આ પીચ 190 રનની નહોતી. અમે 280 રનનું અનુમાન લગાવ્યું હતું. જે રીતે અમારા બોલરોએ ધૈર્ય બતાવ્યું, તે ખરેખર વખાણવાલાયક હતું. અમને એ વાત પર ગર્વ છે કે, જે બોલરને બોલ મળ્યો, તેણે પોતાનું કામ કર્યું. અમારી પાસે 6 ખેલાડી એવા છે, જે સમયે આવ્યે પોતાને સાબિત કરવાની આવડત રાખે છે. એક કેપ્ટન તરીકે મારું કામ એ છે કે હું સ્થિતિને સારી રીતે પરખું અને જાણું કે કંઇ સ્થિતિ માટે કયો ખેલાડી યોગ્ય છે.

રોહિતે આગળ કહ્યું કે, અમારી પાસે 6 ખેલાડી છે જે બૉલથી મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. એક કેપ્ટનના રૂપમાં મારું કામ ત્યાં પણ મહત્વપૂર્ણ છે. અમે એ વાતને લઈને સ્પષ્ટ હતા કે અમે શું કરવા માગીએ છીએ. અમે એ વાતને લઈને દુવિધામાં રહેવા માગતા નહોતા કે કોણ ક્યાં બેટિંગ કરશે. કુલ મળીને સારું લાગી રહ્યું છે. હું વધારે ઉત્સાહિત થવા માગતો નથી. આ એક લાંબુ ટૂર્નામેન્ટ છે, 9 લીગ મેચ, પછી સેમીફાઇનલ. બસ સંતુલન બનાવીને આગળ વધવાનું છે. કોઈ પણ વિપક્ષી ટીમ તમને હરાવી શકે છે. અમારે આ વિશેષ દિવસ પર સારું કરવું પડશે. ભૂતકાળ અને ભવિષ્ય કોઈ મહત્ત્વ રાખતું નથી.

પાકિસ્તાની ટીમને ભારતીય ટીમ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. 14 ઓક્ટોબર અમદાવાદના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમ 42.5 ઓવરોમાં 191 રનો પર જ સમેટાઇ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં જ ટારગેટ હાંસલ કરી લીધો. વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ સતત ત્રીજી જીત છે. હવે ભારતીય ટીમ 19 ઓક્ટોબરના રોજ પૂણેમાં બાંગ્લાદેશી ટીમનો સામનો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp