રોહિત શર્મા અશ્વિનની ફેમિલી ઇમરજન્સી પર બોલ્યો-તેણે જે નિર્ણય લીધો, એ..

PC: BCCI

ભારતીય ટીમે રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઐતિહાસિક જીત હાંસલ કરી. ભારતે રાજકોટમાં રમેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવી દીધી. એ ભારતની રનોના હિસાબે સૌથી મોટી ટેસ્ટ જીત છે. દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને રાજકોટ ટેસ્ટના બીજા દિવસે (16 ફેબ્રુઆરીએ) ફેમિલી ઇમરજન્સીના કારણે મેચ છોડાવી પડી હતી. અશ્વિનના માતાની તબિયત ખરાબ હતી, જેના કારણે આ નિર્ણય લીધો. તે ચોથા દિવસે ટી બ્રેક બાદ પાછો આવ્યો. તેણે મેચમાં 2 વિકેટ લીધી. તેની 500 વિકેટ કમ્પ્લીટ થઈ ચૂકી છે.

રાજકોટમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અશ્વિનની ફેમિલી ઇમરજન્સી પર મોટું નિવેદન આપ્યું. રોહિતે કહ્યું કે અશ્વિને જે નિર્ણય લીધો, એ એકદમ યોગ્ય હતો કેમ કે ફેમિલી પહેલા આવે છે. કેપ્ટને પોસ્ટ મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'જ્યારે તમે ટેસ્ટ મેચમાં પોતાના સૌથી અનુભવી બોલરને ગુમાવી દો છો, તો સરળ હોતું નથી, પરંતુ બધી વસ્તુ એક તરફ કેમ કે પરિવાર પહેલા આવે છે અને જ્યારે અમે આ સમાચાર સાંભળ્યા તો અમારા મનમાં કોઈ બીજો વિચાર ન આવ્યો. અમે ઇચ્છતા હતા કે અશ્વિને એ જ કરવું જોઈએ જે તેને યોગ્ય લાગે.

રોહિત શર્માએ આગળ કહ્યું કે, તે પરિવાર સાથે રહેવા માગતો હતો, જે એકદમ યોગ્ય નિર્ણય હતો. આ તેના અને પરિવાર માટે સારું રહ્યું. એ દેખાડે છે કે તે કેટલો શનદાર વ્યક્તિ છે. અમે તેના ફરવા પર ખુશ છીએ. ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટમાં ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (236 બૉલમાં નોટઆઉટ 214 રન)ની ડબલ સદીની મદદથી ઈંગ્લેન્ડ સામે 557 રનનું વિશાળ લક્ષ્ય રાખ્યું. ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 39.4 ઓવારમાં માત્ર 122 રન પર સમેટાઇ ગઈ. સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી.

રોહિત શર્માએ ચોથા દિવસની મેચ પૂરી થવાથી થોડો હેરાન છે. તેને લાગ્યું કે પરિણામ પાંચમા દિવસે નીકળશે. કેપ્ટને કહ્યું કે, મને લાગ્યું કે મેચ 5 દિવસ સુધી ચાલશે. અમે વિચાર્યું કે ઈંગ્લેન્ડને આઉટ કરવા માટે 150 ઓવર પૂરતી રહેશે. અમે ઓવર હાથમાં રાખવા માગતા હતા. કોઈ પણ પ્રકારે મને આશા નહોતી કે મેચ જલદી પૂરી થઈ જશે. યશસ્વી જયસ્વાલને રમવા દો. તે સારા ફોર્મમાં છે. દરેક તેની બાબતે વાત કરી રહ્યું છે. હું વધારે કંઇ નહીં કહું. ભારતે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં 2-1થી લીડ હાંસલ કરી લીધી છે. ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp