રોહિત શર્મા વર્લ્ડ રેકોર્ડ બનાવવાની આરે! કોઈ ક્રિકેટર આ ચમત્કાર કરી શક્યો નથી
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન 'હિટમેન' રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ઉંબરે ઉભો છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હજુ સુધી દુનિયાનો કોઈ ક્રિકેટર આ ચમત્કાર કરી શક્યો નથી. રોહિત શર્મા આ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનશે. અહીં તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 રાઉન્ડની મેચો 19 જૂનથી શરૂ થશે. સુપર-8 રાઉન્ડમાં ટક્કર માટે ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોએ ગ્રુપ-1માં જગ્યા બનાવી લીધી છે. જ્યારે, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) અને વેસ્ટ ઇન્ડિઝે ગ્રુપ-2માં સ્થાન મેળવ્યું છે. ગ્રૂપ-1 અને ગ્રુપ-2માંથી ટોચની 2 ટીમો T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
જો રોહિત શર્મા T20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં અફઘાનિસ્તાન સામે 6 સિક્સર ફટકારે છે તો તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 200 સિક્સર પૂરી કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે. જો ભારત T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચે છે, તો તેને કુલ 5 વધુ મેચ રમવાની તક મળશે. ટીમ ઈન્ડિયા સુપર-8 રાઉન્ડમાં 3 મેચ રમશે. આ પછી જો ટીમ ઈન્ડિયા ક્વોલિફાય થાય તો તેની પાસે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમવાની પણ તક હશે. રોહિત શર્માએ પોતાની સિક્સરની બેવડી સદી પૂરી કરવા માટે માત્ર 6 છગ્ગા મારવાના છે.
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 200 સિક્સર મારવાની સિદ્ધિ હજુ સુધી દુનિયાનો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 194 સિક્સર ફટકારવાનો રેકોર્ડ હાલમાં રોહિત શર્માના નામે છે. 'હિટમેન' પાસે અફઘાનિસ્તાન સામે T20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં પોતાની 200 સિક્સર પૂરી કરવાની મોટી તક છે. અહીં તમને જણાવી દઈએ કે, T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા પછી માર્ટિન ગુપ્ટિલે 173 સિક્સર ફટકારી છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનઃ રોહિત શર્મા (ભારત)-194 છગ્ગા, માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલેન્ડ)-173 છગ્ગા, જોસ બટલર (ઇંગ્લેન્ડ)-130 છગ્ગા, ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)-129 છગ્ગા, પોલ સ્ટર્લિંગ (આયર્લેન્ડ)-128 છગ્ગા
20 જૂને T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8 મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બાર્બાડોસમાં રમાશે. આ પછી ભારત 22 જૂને એન્ટિગુઆના સર વિવ રિચર્ડ્સ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 જૂને સેન્ટ લુસિયામાં સુપર-8 મેચ રમાશે. જો ટીમ ઈન્ડિયા ગ્રુપ-1માં ટોપ-2માં રહેવામાં સફળ રહેશે, તો તે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લેશે. ભારતને તેના ગ્રુપમાં ત્રણ ટીમો ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે.
ભારતનું સુપર-8 શેડ્યૂલ: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, 20 જૂન, રાત્રે 8.00 વાગ્યે, બાર્બાડોસ, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, 22 જૂન, રાત્રે 8.00 વાગ્યે, એન્ટિગુઆ, ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, 24 જૂન, રાત્રે 8.00 વાગ્યે, સેન્ટ લુસિયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp